ખબર

ગુજરાતમાં કોરોનાનો સંકટ વધ્યો, છેલ્લા 24 કલાકમાં 18 મર્યા અને નવા 230 કેસ, જાણો ક્યાં નોંધાયા

સમગ્ર વિશ્વમાં કોરોને હાહાકાર મચાવ્યો છે. આખા વિષવામાં દિવસેને દિવસે મોત તથા દર્દીઓનો આંકડો જોરદાર ગતિએ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 230 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીના મોત થયા છે. આ બધા મૃત્યુ અમદાવાદમાં જ થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 151એ પહોંચી ગયો છે અને કુલ દર્દી 3301 થઈ ગયા છે.

Image Source

રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મ્યુનિસીપલ કમિશનરો અને જીલ્લા કલેકટરોએ સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યો છે. વર્તમાન પરિસ્થિતિ કોરોના વાયરસના વધતા સંદર્ભમાં આ મહાનગરોના મ્યુનિસીપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ચારેય મહાનગરોમાં સમગ્રતયા તા.૩ જી મે સુધી શોપ ચાલુ કરવા દેવાશે નહી અને બંધ રાખવામાં આવશે.

લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે. રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જીલ્લાઓમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી ધંધા વ્યવસાયો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. તેમાં પણ મોલ, માર્કેટ કોમ્પ્લેક્ષ, હેર કટીંગ સલૂન, બ્યૂટીપાલર્ર, પાન-ગુટકા-બીડી-સીગરેટનું વેચાણ કરતી દુકાનો, હોટલ રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાશે નહીં. ટેક્ષી સેવાઓ, રિક્ષા સેવા, ઉબેર કે અન્ય બસ સેવાઓ પણ રાજ્યમાં શરૂ થશે નહી.

કેન્દ્ર સરકારની ટીમે પણ રાજ્યની સ્થિતિનો તાગ મેળવવા માટે અમદાવાદમાં ધામા નાંખ્યા છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પ્રેસ કોન્ફરસમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 230 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 31 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 313 લોકો સાજા થયાં છે.

નવા કેસ :

અમદાવાદ : ૧૭૮

સુરત : ૩૦

આણંદ : ૮

બનાસકાંઠા : ૧

ખેડા : ૧

ગાંધીનગર : ૨

નવસારી : ૧

વડોદરા : ૪

પાટણ : ૧

રાજકોટ : ૪

રાજ્યના ૧૮ લોકોના મૃત્યુ જે તમામ અમદાવાદના જ છે.

૨૭ લોકો વેન્ટિલેટર પર છે અને કુલ ૩૧૩ લોકોને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા મળી છે.