ખબર

સુરતમાં મ્યુકોરમાઇકોસિસનો એવો કેસ સુરતમાં નોંધાયો કે ડોક્ટરો ખુદ ફફડી ઉઠ્યા, જુઓ

સુરતમાં મળી આવ્યો સૌથી ડરામણો કિસ્સો: મગજમાં બ્લેક ફંગસ ઘુસી ગઈ પછી જે થયું બાપ રે

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે તેવામાં કોરોનાના આ કાળા કહેર વચ્ચે મ્યુકોરમાઇકોસિસ બીમારી લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઇ છે. સુરતમાં પણ મ્યુકોરમાઇકોસિસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ ઘણો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

સુરતમાં એક 23 વર્ષિય યુવકના મગજમાં મ્યુકોરમાઇકોસિસનુ ઇન્ફેક્શન જોવા મળ્યુ છે. મ્યુકોરમાઇકોસિસ એટલે બ્લેક ફંગસ સીધુ યુવકના મગજમાં જોવા મળ્યુ છે. આ યુવકને કોરોના થયો હતો અને તે બાદ તેણે કોરોનામાંથી રિકવર થયા બાદ ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યો હતો.

ડોક્ટરના કહેવા અનુસાર, આ યુવક સાયનસના બદલે મગજમાં જ સીધુ ઇન્ફેક્શન જોવા મળ્યુ છે. તેમનો દાવો છે કે આ પ્રથમ કેસ સામે આવ્યો છે. જો કે, આ દવાની અછત સર્જાતા સરકાર દ્વારા નિર્ણય પણ લેવામાં આવ્યો હતો અને સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે આ બીમારીનો સામનો કરવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, આ બીમારી મામલે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે છે. રાજયમાં 1163 કેસ નોંધાયા અને 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને રાજસ્થાનની વાત કરીએ તો આ બીમારીના 700 અને મધ્ય પ્રદેશમાં 570થી વધુ કેસ નોંધાયા છે.