BREAKING : કિશાન ભરવાડ કેસમાં વધુ એક ઝડપાયો, ગુજરાત ATS ના હાથે લાગી મોટી કડી

ધંધુકામાં ગયા મંગળવારે મોડી રાત્રે માલધારી સમાજના કિશન ભરવાડ નામનો યુવાન તેના જુના ઘર પાસેથી પસાર થતો હતો. એ જ સમયે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. પછી તેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ અવસાન થયું હતું. આ ઘટના પછી પોલીસે હત્યા કેસની તપાસ તેજ કરી છે.

પોલીસને આશંકા છે કે, આ હત્યા કેસમાં છ જેટલા મૌલવીઓની સંકળાયેલા હોવાની પૂરી શક્યતાં છે. તપાસ દરમિયાન પોલીસને એવી જાણકારી પણ મળી છે કે, જામનગરમાં પણ એક યુવકનું મર્ડર કરવાનો પ્લાન હતો. અમદાવાદના ધંધુકામાં ગત મંગળવારે આ હત્યા કરાઇ હતી. જેમાં પોલીસે બુધવારે શબ્બીર અને ઈમ્તિયાઝને ઝડપી પડ્યા છે.

જ્યારે શનિવારે મુખ્ય સૂત્રધાર મૌલવી ઐયુબની પણ ધરપકડ કરવામાં આવી હતી. મૌલવી ઐયુબની ધરપકડ બાદ પૂછપરછમાં ચોંકાવાનારા ખુલાસા થયા હતાં. જેમાં મૌલવીએ કિશનની હત્યા માટે શબ્બીરને કહ્યું હતું. અને તે જ મૌલવીએ આરોપીઓને હથિયાર પહોંચાડ્યા હતાં. આ હત્યાનો પ્લાન જમાલપુર મસ્જીદમાં બનાવ્યો હતો. શબ્બીર અને મૌલવી મસ્જીદ હત્યા બબાતે ચર્ચા કરતા હતાં. તેમજ ઘટનાને અંજામ આપતાં પહેલા શબ્બીર મૃતક કિશન ભરવાડની 5 દિવસથી રેકી કરતો હતો.

આ હતી ઘટના:
ધંધુકા ખાતે ગત મંગળવારે મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજકોટથી ફરાર હથિયારનો સપ્લાયર અજીમ સમાને આખરે ઝડપી લેવામાં આવ્યો છે. એસોજીએ અજીમ સમાને ATSને સોંપી દીધો છે. અજીમે શાહઆલમના મૌલવી ઐયુબને હથિયાર આપ્યું હતું. હવે આ કેસમાં અજીમ સમાનો ભાઈ વસીમ ઉર્ફે બચા સમીને પણ શનિવારે મોરબીથી ઝડપી પાડવામાં આવ્યો છે.

મોરબી બી ડિવીઝન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આ કેસ બાબતે આરોપી મોહમ્મદ અયુબ જાવરાવાલાને કોર્ટમાં રજૂને 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. કોર્ટે માત્ર 8 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા. મહત્વનું છે કે, જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાંથી આરોપી મૌલવી અયુબ જાવરાવાલાની ધરપકડ કરી હતી. બીજી બાજુ જોઈએ તો, આખા કેસની તપાસ હવે ગુજરાત ATSને સોંપવામાં આવી છે. આ ચકચારી હત્યાને લીધે આખા અમરેલી જિલ્લામા આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજુલા માર્કેટીંગ યાર્ડમા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાથે સભા જોયી હતી જેમાં જય જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી.

YC