ખબર

ગુજરાત સરકારે ખોલ્યો ખજાનો, 1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો, વેપારીને મળશે અને વ્યાજ 2 % જ વસૂલવામાં આવશે.

કોરોના વાયરસના કારણે રાજ્યમાં લોકોને રોજગાર પૂરો પાડવા માટે સરકાર કટીબદ્ધ છે અને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની અંદર મોટા ભાગના કારીગરો અને કામદારોને આવરી લેવામા આવશે. PM મોદી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની ઘોષણા બાદ દેશના તમામ રાજ્યો અલગ-અલગ પ્રકારના આર્થિક પેકેજની જાહેરાત કરે છે. ગુજરાત રાજ્ય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

Image Source

આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી હતી. જેમા તેમણે નાના વેપારીઓને લોન આપવાની અને તેમને આર્થિક રીતે સદ્ધર બનાવવાની વાત કહી હતી.

Image Source

યોજના હેઠળ 10 લાખથી વધુ લોકોને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો લાભ મળશે આ યોજના અંતર્ગત નાના દુકાનદારોને આ યોજનાનો લાભ મળશે. 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે.

Image Source

આ લોન સહકારી બેંકો એને જિલ્લા બેંકોમાંથી આ મળશે. અને 6 મહિના સુધી આ લોનનો હપ્તો ભરવામાં રાહત આપવામાં આવશે. સરકારની આ યોજનામાં કોઇ પણ પ્રકારની સિક્યોરિટી આપવાની રહેશે નહી. પ્રોવિઝનલ સ્ટોર અને કટલરી સ્ટોરને રાહત આપવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.