ખબર

ગુજરાત સરકારને મળી મોટી રાહત: આખરે દોડધામ અને સાવચેતી ફળી… હવે રહ્યા છે ફક્ત આટલા જ એક્ટિવ કેસ

ભારતમાં કોરોના વાયરસનો ખતરો હવે મોટા સ્તર ઉપર ફેલાઈ રહ્યો છે, દેશમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોના આંકડા સૌથી વધારે છે તો ગુજરાત પણ સંક્રમિતોની યાદીમાં બીજા નંબર ઉપર છે, ગુજરાતમાં આ આંકડો 15 હજારની નજીક પહોંચવા આવી ગયો છે. છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો ગુજરાતમાં નવા 361 કેસ નોંધાયા છે જેના બાદ ગુજરાતમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 14821 થઇ ગઈ છે. જયારે કોરોના વાયરસના કારણે 915 લોકોના મૃત્યુ થઇ ગયા છે.

Image Source

આ આંકડાઓ ચિંતા જંક જરૂર છે પરંતુ સામે ગુજરાતનો રિકવરી રેટ પણ સૌથી ઉપર જઈ રહ્યો છે. આજે જ ગુજરાતમાં 503થી વધારે લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 7139 લોકો આ વાયરસના સંક્રમણથી સાજા થઇ ગયા છે. ગુજરાતનો રિકવરી રેટ 48.12 ટકા જેટલો થઇ ગયો છે. ગુજરાતમાં હવે રિકવરી રિએટ બીજા રાજ્યોની સરખામણીમાં સૌથી ઊંચો થઇ ગયો છે.

Image Source

હાલ ગુજરાતમાં એક્ટિવ કેસ જોઈએ તો હાલમાં ગુજરાતમાં 6777 કેસ જ એક્ટિવ છે.  જે કુલ કેસના 45.70 ટકા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે 915 લોકોના જીવ ગયા છે જે અત્યારસુધીના આંકમાં 6.17 ટકા લોકોના મૃત્યુ થયા છે. જેના મુજબ જોઈએ તો કુલ પોઝિટિવ કેસના 54.29 ટકા કેસ બંધ થઇ ગયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.