ભારતના પશ્ચિમ ભાગમાં સ્થિત ગુજરાત એક મનોહર અને ઐતિહાસિક રાજ્ય છે. અરબી સમુદ્રના કિનારે આવેલું હોવાથી તેને લાંબો દરિયાકિનારો મળ્યો છે, અને એવા અનેક આકર્ષક સ્થળો ધરાવે છે જ્યાં ચોમાસામાં મુલાકાત ન લેવી એ ઘણું બધું ચૂકી જવા બરાબર છે. ચોમાસાની ઋતુમાં આ સ્થળોની મુલાકાત લેવાનો આનંદ અનન્ય છે. ચોમાસાની વિદાય પહેલાં જલદીથી તમારી યાત્રાનું આયોજન કરી લો.
સાપુતારા:
જ્યારે ચોમાસામાં ગુજરાતની ફરવા લાયક જગ્યાઓની ચર્ચા થાય, ત્યારે સાપુતારાનું નામ સૌ પ્રથમ આવે છે. ગુજરાતના ડાંગ જિલ્લામાં સ્થિત સાપુતારા પ્રકૃતિના ખોળે વસેલું એક મોહક હિલ સ્ટેશન છે. જ્યારે સાપુતારામાં વરસાદ વરસે છે, ત્યારે પ્રકૃતિ તેના સંપૂર્ણ વૈભવમાં ખીલી ઊઠે છે. ચોમાસામાં પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન બની જાય છે. સુરતથી આ સ્થળ લગભગ 150 કિલોમીટરના અંતરે આવેલું છે.
ગિરનાર પર્વત:
જ્યારે ગુજરાતની ભૂમિ પર સુંદર અને આકર્ષક પર્વતોની વાત આવે, ત્યારે ગિરનાર પર્વતનું નામ અવશ્ય લેવાય છે. તે તેના સૌંદર્ય ઉપરાંત ધાર્મિક મહત્વને કારણે પણ પ્રવાસીઓમાં લોકપ્રિય છે. જૂનાગઢ નજીક આવેલો ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત માનવામાં આવે છે. અહીંનું નૈસર્ગિક સૌંદર્ય પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. ચોમાસામાં આ સ્થળનું સૌંદર્ય તેની પરાકાષ્ઠાએ પહોંચે છે. ખાસ કરીને જ્યારે વરસાદમાં પર્વત પરથી પાણી વહે છે, ત્યારે તે દૃશ્ય અદ્ભુત હોય છે.
ઉપરકોટ કિલ્લો:
ઉપરકોટનો કિલ્લો ગુજરાતના જૂનાગઢની પૂર્વ દિશામાં સ્થિત છે. સરકારની મુખ્ય અને અતિ પ્રાચીન સંપત્તિઓમાં જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની ગણના થાય છે. ઉપરકોટનો કિલ્લો સંરક્ષિત સ્મારકની શ્રેણીમાં આવે છે. અહીં પણ તમને ચોમાસાની ઋતુમાં અત્યંત આનંદદાયક દૃશ્યો જોવા મળે છે.
ડોન હિલ સ્ટેશન:
ડાંગ જિલ્લામાં જ સાપુતારાની નજીક ડોન હિલ સ્ટેશન આવેલું છે. ડાંગના મુખ્ય શહેર આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલું આ ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચું અને 10 ગણો વિશાળ વિસ્તાર ધરાવે છે. સહ્યાદ્રિની પર્વતમાળામાં આવેલું આ હિલ સ્ટેશન સુંદર ઊંચાઈ, હરિયાળી, વળાંકો, નદીઓ અને ઝરણાંઓ જેવા તમામ આકર્ષણો ધરાવે છે જે જોઈને શીતળતાનો અનુભવ થાય છે. સાપુતારાની જેમ આ હિલ સ્ટેશન પણ 1070 મીટરની ઊંચાઈએ છે. ચોમાસામાં આ હિલ સ્ટેશન પર જઈને કુદરતી સૌંદર્ય માણવાનો આનંદ અનોખો છે.
પોલો ફોરેસ્ટ:
અમદાવાદ માટે સૌથી નજીકનું અને અત્યંત લોકપ્રિય પર્યટન સ્થળ એટલે પોલોનું જંગલ. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ પોલો ફોરેસ્ટની મુલાકાત લેતા હોય છે. શનિવાર અને રવિવારે અમદાવાદની અડધી વસ્તી અહીં આવી જતી હોય એવું લાગે છે. તેમાં પણ ચોમાસામાં પોલોના જંગલનો નજારો કાશ્મીર જેવો બની જાય છે. અમદાવાદ માટે સૌથી નજીકનું અને અત્યંત લોકપ્રિય પર્યટન સ્થળ એટલે પોલોનું જંગલ. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ પોલો ફોરેસ્ટની મુલાકાત લેતા હોય છે. શનિવાર અને રવિવારે અમદાવાદની અડધી વસ્તી અહીં આવી જતી હોય એવું લાગે છે. તેમાં પણ ચોમાસામાં પોલોના જંગલનો નજારો કાશ્મીર જેવો બની જાય છે.