ખબર

આજના સૌથી મોટા સમાચાર: ગુજરાતના આ 4 મહાનગરમાં દુકાનો બંધ રહેશે, જાણો ક્યાં ક્યાં

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવીડ ૧૯ ના નવા 256 કેસ નોંધાયા હતા. આ સાથે ગુજરાતમાં કુલ કોરોનાના કેસનો આંકડો 3071 પર પહોંચી ગયો હતો. કોરોનાના કારણે રાજ્યમાં 133 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 282 લોકો સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. જયંતિ રવિએ આજે પ્રેસ કોન્ફેરેન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતુ કે, આપણા રાજ્ય જેટલી જ જનસંખ્યા ધરાવતા દેશો કરતા ગુજરાતની સ્થિતિ ખૂબ જ સારી છે. ઈટાલી અને સ્પેનની જનસંખ્યા ગુજરાત જેટલી જ છે. રાજ્યના 30 જિલ્લાઓમાં કોરોના ફેલાયો છે.

Image Source

તેમણે કહ્યું કે સ્પેન અને ઇટાલીની વસ્તી ગુજરાત જેટલી છે અને તેમની સરખામણીએ ગુજરાતની સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે સરકારે પહેલેથી જ પુરતી તકેદારી રાખી છે. ટાઈમે લોકડાઉન કરવાથી દેશને ઘણો ફાયદો થયો છે. વધુમાં જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં દવાનો પર્યાપ્ત જથ્થો છે. N-95 માસ્ક અને PPE કિટનો પણ પૂરતો જથ્થો છે. રાજ્યમાં કુલ 22 હજારથી વધુ બેડની સુવિધા છે.

રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મ્યુનિસીપલ કમિશનરો અને જીલ્લા કલેકટરોએ સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યો છે. વર્તમાન પરિસ્થિતિ કોરોના વાયરસના વધતા સંદર્ભમાં આ મહાનગરોના મ્યુનિસીપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ચારેય મહાનગરોમાં સમગ્રતયા તા.૩ જી મે સુધી શોપ ચાલુ કરવા દેવાશે નહી અને બંધ રાખવામાં આવશે.

લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે. રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જીલ્લાઓમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી ધંધા વ્યવસાયો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. તેમાં પણ મોલ, માર્કેટ કોમ્પ્લેક્ષ, હેર કટીંગ સલૂન, બ્યૂટીપાલર્ર, પાન-ગુટકા-બીડી-સીગરેટનું વેચાણ કરતી દુકાનો, હોટલ રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાશે નહીં. ટેક્ષી સેવાઓ, રિક્ષા સેવા, ઉબેર કે અન્ય બસ સેવાઓ પણ રાજ્યમાં શરૂ થશે નહી.

ગઈકાલે ગુજરાત સરકારે ગાઇડલાઇન આપી એના મુજબ અમદાવાદ, સુરત અને વડોદરા જેવા કોરોના હોટસ્પોટ સહિત 90 % ગુજરાતમાં વહેલી સવારથી કામ ધંધા શરૂ થઈ ગયા હતા. ખાસ કરીને પેટ્રોલ પમ્પ પર હવા પુરાવા, ચશ્માની દુકાનો અને હાર્ડવેરની દુકાનો પર લોકોની ભીડ જામી હતી. આ ઉપરાંત ઇલેક્ટ્રિકની દુકાનો પર પણ લોકોની ખુબ ભીડ જોવા મળી હતી.