ઇંડા-નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે AMCની હાઇકોર્ટે કાઢી ઝાટકણી, કહ્યુ- શું તમે નક્કી કરશો કે…

ગુજરાતમાં કેટલીક જગ્યાએ નોનવેજની લારી મુદ્દે થોડા સમય પહેલા ખબરો આવી હતી અને કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે નક્કી કરવામાં આવી હતી તે જગ્યાએ નોનવેજની લારીઓ ઊભી રાખી શકાશે નહિ, ત્યારે હવે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે AMCની ઝાટકણી કાઢી છે. અમદાવાદ શહેરમાં નોનવેજની લારી મુદ્દે AMC અધિકારીની ઝાટકણી કાઢતા ગુજરાત હોઇકોર્ટે કહ્યુ કે, પોતાની મરજી મુજબની વસ્તુ ખાવાથી લોકોને કેમ રોકી શકો? હાઈકોર્ટે અધિકારીઓને સવાલ કરતા પૂછ્યું હતું કે કોઈ હોદ્દેદારના કહેવાથી આવો નિર્ણય લેવાયો ? હાઇકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે, શું તમે નક્કી કરશો કે લોકોએ શું ખાવું જોઇએ ?

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં નોનવેજ અને ઇંડાની લારી મામલે હાઇકોર્ટમાં થયેલ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે AMCએ જે લારીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે તે હટાવવામાં આવે અને આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે AMCની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે અધિકારીઓને કડક વલણ અપનાવી સવાલ કર્યા હતા અને કહ્યુ હતુ કે, લોકોને શું પોતાની મરજીની વસ્તુ ખાવાથી રોકશો ? કયા હોદ્દેદારના કહેવાથી આવે નિર્ણય લેવામાં આવ્યો ? અને શુું તમે નક્કી કરશો કે બહાર શું ખાવું ? સત્તામાં બેસેલા લોકો નક્કી કરશો કે લોકોને શું ખાવું જોઇએ ?

અમદાવાદ મનપા એસ્ટેટ કમિટી ચેરમેને અમદાવાદ શહેરમાં જાહેર માર્ગ પર વેચાણ કરતા ઈંડા- નોનવેજની લારીઓ બંધ કરવા નિર્દેશ આપ્યા હતા. ત્યાર બાદ કામગીરી શરૂ કરાઇ અને આ નિર્ણયનો વિરોધ પણ થયો ત્યારે મેયર કિરીટ પટેલે આ કામગીરી ભેદભાવ પૂર્ણ ના હોવાની સ્પષ્ટતા કરી.. મેયરે સ્પષ્ટ કર્યું કે અમદાવાદ મનપા ટ્રાફિક સમસ્યાઓ હોય ત્યાં રૂટિન કામગીરી ચાલી રહી છે, આ નિર્ણયને ધર્મ-જાતિ સાથે કોઈ લેવાદેવા નથી. લોકોને જે ખાવું હોય એ ખાવા સ્વતંત્ર છે.

નોનવેજ અને ઇંડાની લારીઓ દૂર કરવા આ નિર્ણય લેવાયો હતો પરંતુ સીએમ ભુપેન્દ્ર પટેલના એક નિવેદન બાદ તંત્રએ યુ-ટર્ન લેવો પડ્યો હતો. CMએ કહ્યું કે લોકોને શું ખાવું-શું ના ખાવું તે લોકો તેના માટે સ્વતંત્ર છે, આ નિર્ણયમાં વેજ-નોનવેજનો સવાલ જ નથી. ટ્રાફિકને નડતી લારીઓને જ હટાવવામાં આવશે.

Shah Jina