ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે જેમાં ખાસ કરીને અમદાવાદમાં 70 ટકાથી વધુ કેસો જોવા મળ્યાં છે. વધતા કોરોના સંકટની વચ્ચે અમદાવાદ મનપાએ ખાનગી હોસ્પિટલમાં સારવારને લઇને મોટો નિર્ણય કર્યો છે. તંત્રએ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે મહત્તમ ફીના ધારાધોરણ નક્કી કરી લીધા છે.

સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોની સાથે સાથે કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલોને પૈસા લઈને સારવાર કરવાની છૂટ આપી છે. ગુજરાત હાઇકોર્ટનાં હુકમ બાદ રાજ્ય સરકારે કોરોનાં સારવાર માટે ખાનગી હોસ્પિટલોની ફી નિર્ધારિત કરી છે.
ગુજરાત સરકારે કોરોનાની સારવાર માટે જાહેર કરેલી ફી પ્રમાણે ખાનગી કોરોના હોસ્પિટલના વોર્ડમાં ગવર્મેન્ટ બેડનાં 4500 અને પ્રાઇવેટ બેડનાં 10,000 રૂપિયા નક્કી કરાયા છે. HDUનો ગવર્મેન્ટ બેડનો ચાર્જ 6,750 અને પ્રાઇવેટ બેડનો 14,000 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આઇસોલેશન + ICUનો ગવર્મેન્ટ બેડનો ચાર્જ 9,000 અને પ્રાઇવેટ બેડ ચાર્જ 19,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

આ સિવાય વેંટીલેશન + આઇસોલેશન + ICUનો ગવર્મેન્ટ બેડનો ચાર્જ 11,250, જ્યારે પ્રાઇવેટ બેડનો ચાર્જ 23,000 નક્કી કરાયો છે. આ ભાવોમાં બે ટાઈમ ભોજન, ચા અને નાસ્તાનો પણ સમાવેશ થાય છે. સ્પેશ્યલ ડોક્ટર વિઝીટ, ડાયાલીસીસ અને સ્પેશિયલ લેબ ટેસ્ટનો ચાર્જ અલગ ગણાશે.
નોંધનીય છે કે, હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, સામાન્ય માણસને પણ પરવડે તેવી વ્યાજબી ફી કેટલી રાખવી તે અંગે નિર્ણય સરકાર કરે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.