ભારતમાં કોવિડનો રાફડો ફાટતા સુપ્રીમ કોર્ટની ઝાટકણી પછી ગુજરાત સરકાર દોડતી થઇ છે અને કોર્ટના આદેશને લઈને ગંભીર દેખાઈ રહી છે. આજે CM વિજય રૂપાણીના નિવાસ સ્થાને તાત્કાલિક અસરથી આજે કોર કમિટીની એક બેઠક યોજવામાં આવી હતી. દેશની સૌથી મોટી કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકારે લગ્નપ્રસંગો અને અંતિમ વિધિને લઇને મહત્વનો નિર્ણય લીધો છે.

આપણા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સતત ચોથા દિવસે પણ 1400થી વધુ નવા કેસ નોંધાયા છે. મહત્વની વાત એ છે કે મૃત્યુ પણ ચિંતાજનક રીતે વધ્યા છે. 69,521 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,487ના લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અને 17 પેશન્ટના મૃત્યુ થયા છે.
મેરેજ/સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 %થી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે.
ખાસ નોંધ લેવી કે મૃત્યુની અંતિમ વિધિ/ધાર્મિક વિધિમાં વધુમાં વધુ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે.
જે શહેરોમાં નાઈટમાં કર્ફ્યુ લાગ્યું છે તે શહેરોમાં કર્ફ્યુ સમય દરમિયાન લગ્ન/સત્કાર કે અન્ય સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.