ખબર

હાઇકોર્ટની ઝાટકણી બાદ સરકારે રજૂ કર્યુ 61 પાનાનું સોગંદનામુ, લોકડાઉન થશે? ગુજરાત સરકારે આ કહ્યું

ગુજરાતમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો ત્યારે સરકાર તરફથી હાઇકોર્ટમાં 61 પાનાંનું સોગંધનામું રજૂ કરવામાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા કોરોનાકાળમાં કરવામાં આવેલ કામગીરી વિશે જાણકારી આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિ પર હવે ગુજરાત હાઇકોર્ટ મેદાનમાં આવી હતી અને સૂઓમોટો કેસ દાખલ કરીને ગુજરાતની પરિસ્થિતિ પર સુનાવણી કરવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટે ગત સોમવારને 12 એપ્રિલના રોજ કોરોનાની અતી ગંભીર પરીસ્થિતી અંગે સુઓમોટો રીટની સુનાવણી દરમિયાન કરેલા વેધક સવાલ અંગે, ગુજરાત સરકારે 61 પાનાનું સોગંદનામુ હાઈકોર્ટમાં રજુ કર્યુ છે. આ સોગંદનામામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો રીટમાં કોરોનાની સ્થિતી, રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન, RT PCR ટેસ્ટ વગેરે મુદ્દે ગંભીર ટકોર કરવા સાથે કેટલાક વેધક સવાલો પુછ્યા હતા. આ તમામ સવાલોના જવાબ સોગંદનામા થકી ગુજરાત સરકારે આપ્યા છે.

હાઇકોર્ટ દ્વારા સુઓમોટો કેસમાં સુનાવણી દરમિયાન સૂચન કરવામાં આવ્યું હતું કે લગ્નમાં વધુમાં વધુ લોકોને એકઠા થવા પર લિમિટ 50 કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે લગ્ન મરણ પ્રસગમાં 50 લોકોની હાજરીની જાહેરાત કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના વાયરસની લાથડતી પરિસ્થિતિ પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી જેમાં રેમડેસિવિર ઈન્જેક્શનથી લઈને રાત્રિ કર્ફ્યૂ મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે ત્યારે હાઇકોર્ટે સરકાર પાસે એક્શન પ્લાનનો રિપોર્ટ માંગ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલા કરાયું 61 પાનાના સોગંદનામામાં, હાઇકોર્ટના નિર્દેશ બાદ લેવાયેલા પગલાં અંગે વિગતો રજૂ કરાઈ છે. હાઇકોર્ટના તેમજ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા સુચવાયેલા સુચનોને પણ ધ્યાને લેવાયા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે લેવાઈ રહેલા આરોગ્યલક્ષી પગલાં બાબતે પણ માહિતી અપાઈ છે. તો રેમડેસિવિર ઇન્જેક્શનની માટે ગોઠવાયેલી વ્યવસ્થા, ઓક્સિજનની વ્યવસ્થા, આર.ટી.પી.સી.આર. ટેસ્ટમાં લાગતા સમય અંગે, સમય ઘટાડવા બાબતે થઈ રહેલા પ્રયાસ અંગેની બાબતો આ સોગંદનામામાં રજૂ કરાઈ છે.