ખબર

ગુજરાતમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, 725 કેસ નોંધાતા એક સારા સમાચાર આવ્યા

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ 19 એ ભારતમાં હવે રાફડો ફાટ્યો છે. ભારત વિશ્વમાં ચોથા નંબર પર પહોંચી ગયું છે. ભારતમાં કુલ કેસ 679520 થઇ ગયા છે જેમાં એક્ટિવ 245869 કેસો છે અને 414203 દર્દી રિકવર થઇ ગયા છે. એક સમયે હતો જયારે ગુજરાતમાં રોજ 400થી 500 કેસ નોંધાતા હતા

પણ હવે દરરોજ 700થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. જે ખરેખર ચિંતાજનક છે. આપણા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 725 કેસ સામે આવ્યા છે અને 18 દર્દીના મૃત્યુ થયા છે. તો સામે 486 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. હાલ સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કેસનો આંકડો 36123 થયો છે. જ્યારે મૃત્યુઆંક 1945 અને 25902 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

ન્યુ કેસોની વાત કરીએ તો સુરત કોપોરેશન 218, અમદાવાદ કોપોરેશન 162, વિડોદરા કોપોરેશન 56, સુરત 36, વલસાડ 18, અમદાવાદ 15, ભરૂચ 15, રાજકોટ 32, ખેડા 12, પાટણ 11, રાજકોટ કોપોરેશન 10, જુનાગઢ કોપોરેશન 9, ગાંધીનગર 9, મહેસાણા 9, સુરેન્દ્રનગર 9, ભાવનગર 9, તાપી 9, વડોદરા 8, બનાસકાંઠા 8, સાબરકાંઠા 8, દાહોદ 8, ભાવનગર કોપોરેશન 7, જામનગર કોપોરશન 6, પંચમહાલ 6, મોરબી 5, અરવલ્લી 5, ગીર-સોમનાથ 4, જુનાગઢ 4, મહીસાગર 3, નવસારી 3, બોટાદ 3, ગાંધીનગર કોપોરેશન 2, કચ્છ 2, નર્મદા 1, છોટા ઉદેપુર 1, દેવભૂમિ દ્વારકા 1,અમરેલી 1 નોંધાયા છે.

સારા સમાચાર એ છે કે અત્યારે ગુજરાતમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 8272 છે, જેમાંથી 72 દર્દીઓની હાલત ગંભીર છે તો, 8206 દર્દીઓની હાલત સ્થિર છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.