ખબર

છેલ્લા 24 કલાકમાં 376 નવા કેસો નોંધાયા તો પણ એક ખુશખબરી આવી…જાણો વિગતવાર

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ 19 ને લીધે વિશ્વમાં રોજ હજારો લોકો મારે છે. એવામાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 376 કેસ રજીસ્ટર થયા છે. તો આ દરમિયાન કુલ 23 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 15205 થઈ ગઈ છે. તો કુલ મૃત્યુઆંક 938 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 410 લોકો ડિસ્ચાર્જ થયા છે.

દેશમાં કોરોનાના કેસની સંખ્યા 154,820 પ્લસ થઇ ગઈ છે. જ્યારે કે, અત્યાર સુધીમાં 4,406 લોકોના મોત થયા છે. ભારતમાં છેલ્લા 26 દિવસમાં 1 લાખ 16 હજાર નવા કેસ સામે આવ્યા છે. મતલબ મે મહિનામાં સૌથી વધારે કેસ ભારતમાં નોંધાયા છે. તો માત્ર 10 દિવસમાં એક લાખથી દોઢ લાખ કેસ પહોંચ્યા.

ભારતના સ્વાસ્થ મંત્રાલયનું કહેવુ છે કે, આપણા દેશમાં રિકવરી રેટમાં સતત સુધારો દેખાય છે, વર્તમાન સમયમાં આ પ્રમાણ સુધરીને 41.61% સુધી પહોંચી ગયો છે. તે સાથે જ મૃત્યુદર 15 એપ્રિલના 3.3% થી ઘટીને 2.87% થયો છે, જે વિશ્વમાં સૌથી આછો છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 256, સુરત 34, વડોદરા 29, મહીસાગર 14, વલસાડ 10, સુરેન્દ્રનગર 6, ગાંધીનગર 5, નવસારી 4, રાજકોટ 3, આણંદ, પાટણ, કચ્છ તથા અન્ય રાજ્ય 2 – 2 , ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલી ખાતે 1 – 1 કેસ નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં સૌથી વધુ 327 કેસ નોંધાયા છે તો સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 30 કેસ કોવિડ ના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 410 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 7547 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

સારા સમાચાર એ છે કે આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ બમણા થવાનો સમયગાળો 15 દિવસથી વધીને 24.84 દિવસ થયો છે.