ગુજરાતમાં ફૂટ્યો કોરોનનો બૉમ્બ: 24 કલાકમાં 441 કેસ- જાણો બધી જ વિગત

0

કોવીડ ૧૯ એ પુરા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 441 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 49 લોકોના મૃત્યુ થયું છે. અને 186 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે.

ગુજરાતમાં 10 દિવસમાં મોતના કેસ 239% વધ્યા

ગુજરાતમાં જોઈએ તો અત્યાર સુધીમાં 1381 લોકો ડિસ્ચાર્જ થયા છે. તે સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 6245 થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 349 કેસ નોંધાયા છે. અમદાવાદમાં નોંંધાયેલા કેસની સંખ્યા ચિંતાજનક છે. ભારતમાં ગુજરાત એ બીજા નંબરે આવી ગયું છે. અત્યાર સુધીમાં મોતના આંકમાં દેશમાં પહેલીવાર આટલા બધા એક રાજ્યમાં મોત થયા છે. અત્યારસુધી એક દિવસમાં મહારાષ્ટ્રમાં મોતનો આંક માત્ર 35 હતો. આજે ગુજરાતમાં 49 મોતના આંકે ખળભળાટ મચાવ્યો છે.

આરોગ્ય સચિવ S જયંતિ રવિએ વધુમાં કહ્યું હતું કે, હાલ રાજ્યમાં 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 4467 લોકો સ્ટેબલ છે. આજે ગુજરાતમાં કુલ 89632 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 6245 પોઝિટિવ આવ્યા છે તો 83387 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાનાં સૌથી વધુ કેસ આજનાં દિવસે જ નોંધાયા છે. આજના 441 કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 349 કેસ, ભાવનગર 2, વડોદરામાં 20, સુરતમાં 17, રાજકોટ 1, ગાંધીનગર 2, પાટણ 2, પંચમહાલ 4, બનાસકાંઠા 10, મહેસાણા 8, ખેડા 4, સાબરકાંઠા 4, અરવલ્લી 2, મહીસાગર 4, જૂનાગઢમાં 2 પોઝિટિવ કેસો નોંધાયા હતા.

કોવીડ ૧૯ નો હાહાકાર સમગ્ર વિશ્વમાં છે અને રોજ હજારો લોકો મૃત્યુ પામે છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. IAS મ્યુનિ, કમિશનર વિજય નહેરા હોમ ક્વોરેન્ટાઇન થશે કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતા અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર વિજય નહેરાએ બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટન થવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં કોરોના મહામારીનો સામનો કરવા માટે મથી રહેલા સ્થાનિક વહીવટી તંત્રને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે જુદા જુદા દોઢ ડઝન અધિકારીઓને ફિલ્ડમાં ઉતાર્યા છે અને તેમાં પણ સૌથી વધારે અમદાવાદ મહાનગર, ગ્રામ્ય તથા હોસ્પિટલોના સંકલન અને સંચાલન માટે ગોઠવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરા અને એમની ટીમ પણ આ કામગીરીમાં ખાસ કરીને શહેરના કોટ વિસ્તાર સહિત દસ RED ઝોનમાં કોરોનાને ડામવા માટે સખત મહેનત કરી રહ્યા હતા. જોકે, આ ભાગદોડ વચ્ચે એમનો સંપર્કમાં આવનાર અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં નહેરાએ 14 દિવસ હોમ કોરન્ટિન રહેવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ શહેરમાં કોવિડ-19ની બધી કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.