ખબર

ભગવાન ભરોસે ગુજરાત! છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના માથે કોરોના બોમ્બ ફૂટ્યો, જાણો કેટલા મોત?

આજે બપોરે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે લોકોને લાગે છે કે ગુજરાત રાજ્ય હવે ભગવાન ભરોસે છે. તેવામાં આજના આંકડા પણ એ જ પ્રકારની સ્થિતિ જણાવી રહ્યા છે. આપણા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6021 કોવિડ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 55 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 2854 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

હાઇકોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે રોજનાં 27 હજારથી વધારે ઇન્જેક્શનનું નિર્માણ થઇ રહ્યું છે તો ૨ KM લાંબી લાઇનો શા માટે લાગી રહી છે? સરકાર તમામ વસ્તુઓ ઉપલબ્ધ હોવાનાં અને સબ સલામત હોવાનાં દાવા કરી રહી છે તો હોસ્પિટલો ફુલ શેનાથી થઇ રહી છે.

છેલ્લા ૨૪ કલાકમાં થયેલી ડેથની વાત કરીએ તો આજે અમદાવાદમાં સૌથી વધુ 20 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 4, રાજકોટમાં 2, ભરૂચ 1, બોટાદ 1, સાબરકાંઠા 1, સુરતમાં 1 દર્દીનું મોત નિપજ્યું હતું.

આપણા રાજ્યમાં કોવિડનો કુલ આંકડો 3,49,495 પર પહોંચ્યો છે. 3,17,981 લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થઇ ચુક્યા છે. તો 4855 દર્દીઓનાં કુલ મોત કોરોનાને કારણે થયા છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 30680 પર પહોંચી છે. જ્યારે 216 વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે અને 30464 દર્દીઓની હાલત સ્ટેબલ છે.