ખબર

ગુજરાતની પ્રજા માટે મોટા રાહતના સમાચાર: છેલ્લા ૨૪ કલાકના આંકડા જાણીને રાહત થશે

આખા ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે અને રોજ હજારો લોકો મરી રહ્યા છે એવામાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા વાંચીને આજે તમને થોડીક રાહત મળશે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,892 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે આજે સતત બીજા દિવસે 119 દર્દીનું નિધન થયું છે.

તો પ્રથમ ઘટના છે કે, કોવિડની બીજી લહેરમાં કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે. સારા સમાચાર એ છે કે વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 14,737 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ અત્યાર સુધીમાં આપણા ગુજરાતમાં ટોટલ 8273 દર્દીને કોવિડ ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 14,737 દર્દી સાજા થતાં તે સ્વસ્થ થઈને ઘરે જઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 518234 દર્દીઓએ કોવિડને પુરી રીતે હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 143421 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 782 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

હવે વાત કરીએ એક્ટિવ કેસની સંખ્યા તો એ આંકડો 143421 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 782 પેશન્ટને અત્યારે વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 142639 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 77.36% એ આવી ગયો છે.