ખબર

ગુજરાતમાં કોરોનાની રાડ પડી ગઈ એટલા કેસો નોંધાયા છેલ્લી 24 કલાકમાં, મોતના આંકડા ફરી ઉછાળ્યા

આખા વિશ્વમાં કરોડો લોકો કોવિડ 19 મહામારીમાં ઝઝૂમી રહ્યા છે એવામાં ભારતમાં સ્થિતિ ખુબ ખરાબ છે. અત્યારે ભારતમાં 11 લાખ 70 હજાર કેસો રજીસ્ટર થઇ ગયા છે જેમાં 4 લાખ 6 હજાર એક્ટિવ કેસો છે અને 28 હજાર 329 દર્દીના મૃત્યુ થઇ ગયા છે

એવામાં ગુજરાતની વાત 24 કલાકમાં સૌથી વધુ 1026 કેસ નોંધાયા છે. આજે મંગળવારે 1026 પોઝિટિવ રિપોર્ટ એડ થતા ગુજરાતમાં કોવિડ-19ના ટોટલ કેસોની સંખ્યા વધીને 50,465એ પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ-સુરત શહેર અને જિલ્લામાં જ 500થી વધુ કેસ મળ્યા છે. જ્યારે રાજ્ય વધુ 34 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2201એ પહોંચ્યો છે. જ્યારે 744 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોવિડને માત આપી છે.

છેલ્લા 1 અઠવાડિયાથી સુરતમાં કોવિડ નું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ પછી સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 298 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 225 અને સુરત જિલ્લામાં 73 કેસ નોંધાયા છે. હવે સુરતમાં કોવિડનો ટોટલ આંકડો 10,276 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 173 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 7,063 પર પહોંચ્યો છે.

આજે નોંધાયેલા ન્યુ કેસોની વાત કરીએ તો સુરત કોપોરેશન 225, અમદાવાદ કોપોરેશન 187, સુરત 73, વડોદરા કોપોરેશન 60, રાજકોટ કોપોરેશન 45, દાહોદ 39, ભાવનગર કોપોરેશન 26, બનાસકાંઠા 25, સુરેન્દ્રનગર 21, પાટણ 20, પાટનગર ગાંધીનગર 19, નર્મદા 19, ગીર સોમનાથ 18, મહેસાણા 18, નવસારી 17, પંચમહાલ 17, જામનગર કોપોરેશન 16, ભરૂચ 16, વડોદરા 15, ખેડા 14, રાજકોટ 13, વલસાડ 13, અમદાવાદ- ભાવનગર 12, ગાંધીનગર કોપોરેશન 12, કચ્છ9, આણંદ 8, બોટાદ 8, અમરેલી 7, જુનાગઢ 7, મહીસાગર 6, મોરબી 6, જુનાગઢ કોપોરેશન 5, સાબરકાંઠા 5, જામનગર 4, તાપી 4, પોરબંદર 2, અરવલ્લી 1, ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 1 કેસો નોંધાયા છે.

હવે મૃત્યુની વાત કરીએ તો જ્યારે અમદાવાદ કોપોરેશન 5, વડોદરા કોપોરેશન 2, અમદાવાદ 1, ભાવનગર કોપોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોપોરેશન 1, કચ્છ 1, પાટણ 1 દર્દીઓએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 34 દર્દીની ડેથ થઇ છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.