ખબર

ગુજરાતમાં કોરોનાના નવા 380 કેસ, 28 દર્દીના માર્યા…કુલ આંકડો 6,625, પણ આ એક ખુશખબરી છે

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 380 નવા કોવીડ ૧૯ ના કેસો સામે આવ્યા છે. સાથે આજે 28 લોકો મૃત્યુ પામ્યા છે. જેમાંથી 15 લોકોનાં મોત પ્રાથમિક રીતે કોરોનાને કારણે થયા છે. જ્યારે અન્ય 13 લોકોને અન્ય બીમારીઓ પણ હતી. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1500 લોકો સાજા થયા છે જે સારી ખબર છે. આજે 119 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ કેસ નો આંકડો 6625 થયો. જ્યારે કોરોનાને કારણે કુલ 396 લોકોનાં મોત નિપજ્યા છે.

Image Source

હવે વાત કરીએ આજના નવા કેસની તો અમદાવાદમાં 291, પંચમહાલ 2, વડોદરામાં 16, સુરત 31, ભાવનગર 6, ગાંધીનગર 4, બનાસકાંઠા 15, બોટાદ 7, દાહોદ-મહીસાગરમાં 2-2 કેસ, આણંદ-ખેડા-જામનગર-સાબરકાંઠામાં 1 -1 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં હાલ સુધીમાં કોવીડ ના કુલ 95191 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 6625 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો 88566 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. અત્યારે ગુજરાતમાં 4729 એક્ટિવ કેસ છે. જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર છે. રાજ્યમાં 58063 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. જેમાંથી 53444 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. જ્યારે 4392 સરકારી ફેસિલીટીમાં અને ખાનગી ફેસિલીટીમાં 227 લોકો ક્વોરેન્ટાઇનમાં છે.

અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4700ને પાર

આજે આપણી રાજ્ય સરકારે કોવીડને લઈને અમદાવાદ માટે સૌથી મોટો નિર્ણય લીધો છે. બેકાબૂ બનેલાં કોવીડ ૧૯ માત આપવા AMC અને ACS રાજીવ ગુપ્તાએ અમદાવાદમાં 7 દિવસ સુધી સંપુર્ણ લોકડાઉનનાં આદેશ આપ્યા છે. જેમાં દવા અને દૂધ સિવાયની તમામ શાકભાજી અને કરિયાણાની દુકાનો બંધ રાખવાના આદેશ કર્યાં છે. આ આદેશ લોકોએ વાંચતા જ અમદાવાદમાં ઠેર ઠેર શાકભાજી અને કરિયાણાની દુકાનોએ પડાપડી થઈ ગઈ હતી.

અમદાવાદના ઘણા એરિયામાં પડાપડીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર, બંને વિસ્તારોમાં લોકોએ લાંબી લાઈનો લગાવી દીધી હતી. વસ્ત્રાપુર થી લઈને આંબાવાડી સુધી જગ્યાઓએ લોકો ભેગાં થઈ ગયા હતા. દુકાનો બહાર ટ્રાફિક જામનાં દ્રશ્યો હતા. દુકાનો બહાર લાંબી લાઈનો લાગી જતાં પોલીસ પણ દોડી આવી હતી. અને ભીડને કાબૂમાં લેવા માટે પ્રય્તનો કરાયા હતા.