ખબર

ગુજરાતમાં આંકડો રેકોર્ડબ્રેક, મૃત્યુઆંક 1534 અને છેલ્લા 24 કલાકમાં અધધધ કેસો આવી પડ્યા

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર મચાવનાર કોવિડ 19 હવે ભારતમાં પ્રંચડ રૂપ ધારણ કર્યું છે. હાલ સુધીમાં ભારતમાં કુલ કેસ 3,47,166 થઇ ગઈ છે અને એક્ટિવ કેસની સંખ્યા 1,83,700 છે. હવે ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોવિડના ન્યુ 524 કેસો નોંધાયા છે. સાથે જ 28 લોકોનાં મોત નિપજ્યા છે.

418 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થયા છે. ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 24628 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1534 અને ડિસ્ચાર્જનો કુલ આંક 17090 થયો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા હાલ 6004 છે. જેમાં 64 દર્દીઓની હાલત ગંભીર છે અને 5940 દર્દીઓની હાલત સ્થિર છે.

નવા નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદ ૩૩૨, સુરત ૭૧, વડોદરા ૪૧, ગાંધીનગર, ૨૨, રાજકોટ ૧૦, ભરૂચ ૬, પંચમહાલ ૫, અરવલ્લી ૪, અમરેલી ૪, મહેસાણા-પાટણ-કચ્છ-જામનગર-સુરેન્દ્રનગર માં 3, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ,ખેડા માં ૨, ભાવનગર ૧, બોટાદ ૧, દેવભૂમિ દ્વારકા ૧, મોરબી ૧, અન્ય રાજ્ય ૨ કેસો નોંધાયા હતા.

છેલ્લા 24 કલાકમાં 28 દર્દીના કોવિડ 19ને લીધે દુઃખદ નિધન થયાં છે. જેમાં અમદાવાદમાં-૨૧, સુરત, વડોદરા, સાબરકાંઠામાં ૨–૨, અને પંચમહાલમાં-૧ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1534 મૃત્યુ નોંધાયા છે.