ખબર

ગૃહ મંત્રાલયે કોવિડ ગાઈડલાઈન અને લોકડાઉનને લઈને આપ્યું મોટું નિવેદન

કોરોના મહામારી સમગ્ર દેશની અંદર વ્યાપી ગઈ છે. મહામારીના કારણે લાખો લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. અત્યારે પણ રોજના ત્રણ લાખથી પણ વધારે નવા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરવા અંગે જણાવવામાં આવ્યું છે.

મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે કે એ જિલ્લાઓની ઓળખ કરે જ્યાં કોરોના સંક્ર્મણનો દર 10 ટકાથી વધારે હોય અથવા જ્યાં છેલ્લા એક અઠવાડિયામાં હોસ્પિટલમાં બેડ ભરાવવાની સંખ્યા 60 ટકાથી વધારે હોય.

ગૃહ મંત્રાલયના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું કે કોરોના પ્રબંધન માટે રાષ્ટ્રીય દિશા-નિર્દેશ આખા દેશમાં કડાકાઈથી લાગુ રહેશે. ગૃ મંત્રાલયનો આદેશ 31 મે સુધી પ્રભાવી રહેશે.તો લોકડાઉન અંગે ગૃહ મંત્રાલય દ્વારા કોઈપણ રાજ્ય માટે કંઈજ કહેવામાં નથી આવ્યું.