ખબર

ભારતમાં અહીંયા માસ્ક ના પહેરવા પર થશે 1 લાખનો દંડ અને 2 વર્ષની સજા, જાણો વધુ વિગત

હાલ સમગ્ર કોરોના જેવી મહામારી સામે લડી રહ્યો છે. દરરોજ કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. કોરોના જેવી મહામારી સામે બચવા માટે સરકાર દ્વારા પણ અલગ-અલગ નિયમ બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ ઘણા રાજ્યમાં પણ નિયમો કડક બનાવવામાં આવ્યા છે. આ વચ્ચે ઝારખંડમાં એક મોટી ખબર સામે આવી છે.

Image source

મળતી માહિતી મુજબ ઝારખંડમાં માસ્કના પહેરવા, જાહેર સ્થળ પર થૂંકવા, છ ફૂટનું અંતર ના રાખવું જેવા ગુનામાં 1 લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષની સજા થઇ છે. ઝારખંડ કેબીનેટ દ્વારા આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ઝારખંડમાં કોરોનાના આંકડામાં ઝડપથી વધારો થઇ રહ્યો હોય જેને જોતા રાજ્યના હેમંત સોરેન સરકાર દ્વારા આ ફેંસલોઃ લેવામાં આવ્યો છે.

Image source

કોરોના મામલે આટલો મોટો દંડ લગાવનાર ઝારખંડ પહેલું રાજ્ય છે. કેબિનેટ સચિવ અજયકુમાર સિંહે કહ્યું કે અત્યાર સુધી ઝારખંડમાં કોઈ કાયદો નથી, જેના હેઠળ સરકાર કોઈ રોગને ચેપી રોગ તરીકે જાહેર કરી શકે.

Image source

કોરોના માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન લોકો ઉપર ભારે પડશે. આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે જો દોષી ઠેરવવામાં આવે તો બે વર્ષની જેલ પણ થઈ શકે છે. આ સિવાય એવા અહેવાલો પણ મળ્યા છે કે ઝારખંડમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યાને લીધે હવે હોસ્પિટલોમાં દર્દીઓ માટે કોઈ જગ્યા નથી, તેથી સરકાર કોરોના નિયમોનું સખત રીતે પાલન કરાવવા માગે છે.

ઝારખંડમાં, કુલ કોરોના કેસ વધીને 6485. થયા છે, જેમાંથી 3397 એક્ટિવ કેસ છે. જો કે 3024 દર્દીઓ સાજા થયા છે. કોરોનાને કારણે 64 લોકોના મોત નિપજ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.