સરકારી નોકરી મેળવવા કરો આ ઉપાય, ખુલી જશે બંધ કિસ્મતનું તાળું

સૂર્યનારાયણની પૂજા કરવાથી સરકારી નોકરીના તમામ અવરોધ થાય છે દૂર

સરકારી નોકરી કોને ન જોઈએ? લોકો ઘણા વર્ષોથી આ માટે પ્રયત્ન કરે છે. કેટલાક સફળ થાય છે, જ્યારે કેટલાકને તમામ પ્રયત્નો કરવા છતાં સફળતા મળતી નથી. જો તમે પણ આવા લોકોમાંથી એક છો તો ચિંતા કરશો નહીં. જ્યોતિષશાસ્ત્રમાં આના માટે ઘણા ઉપાયો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીકવાર ગ્રહોની ચાલ એવી હોય છે કે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કામ પણ બગડી જાય છે. તેથી, કેટલાક ઉપાયો દ્વારા આ અવરોધોને દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ આવા જ જ્યોતિષીય ઉપાયો વિશે.

  • જીવનમાંથી દરેક અવરોધ દૂર કરવા મહાદેવની પૂજા કરો. ભગવાન શિવના આશીર્વાદથી નોકરી સંબંધિત દરેક અવરોધ દૂર થાય છે.
  • 16 સોમવાર સુધી શિવલિંગ પર જળ ચઢાવો. મહાદેવને કાચું દૂધ અને આખા ચોખા અર્પણ કરો.
  •  જમણા ચૂંઢવાળા ગણેશજીની મૂર્તિ ઘરે લાવવી. ચતુર્થીના દિવસે આ મૂર્તિ કે તસવીર ઘરે લાવો. પછી તેમની પૂજા કરો.
  • જો તમે ઈન્ટરવ્યુ કે લેખિત પરીક્ષા માટે બહાર જઈ રહ્યા હોવ તો ગાયને લોટ અને ગોળ ખવડાવો.

  • દર મંગળવારે હનુમાન મંદિરમાં જઈને તેમને સિંદૂર ચઢાવો.
  • જો શનિદેવના કારણે નોકરીમાં અડચણ આવી રહી હોય તો શનિવારે શનિદેવની પૂજા કરવી. તેલ ચઢાવવું. “ઓમ શં શનૈશ્ચરાય નમઃ” મંત્રનો 108 વાર જાપ કરો.

સૂર્યદેવની પૂજા કરો : જો તમારે ધન, વૈભવ અને કીર્તિ જોઈતી હોય તો રવિવારે પ્રત્યક્ષ દેવતા સૂર્યની પૂજા કરવાનું ભૂલશો નહીં. આ દિવસે વિધિ વિધાન અનુસાર ભગવાન સૂર્યની પૂજા અને ઉપવાસ કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને સરકારી નોકરી, ધંધામાં સફળતા મળે છે.

ગોળનું દાન કરવું જોઈએ : ધાર્મિક માન્યતાઓ અનુસાર રવિવારે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે ગોળનું દાન કરવું જોઈએ. આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. તમે તમારી ઈચ્છા મુજબ દાન પણ કરી શકો છો.

YC