લગ્નમાં મટર પનીર ના મળ્યું તો રિસાઈ ગયા ફૂવાજી, પછી વરપક્ષ અને કન્યાપક્ષ વચ્ચે થઇ એવી બબાલ કે છુટ્ટાહાથે કરવા લાગ્યા મારામારી, જુઓ વીડિયો

લગ્નમાં ફુવા રીસાતા મામલો વણસ્યો, વરપક્ષ અને કન્યાપક્ષ એકબીજા સાથે બાખડી પડ્યા, ફૂવાજીને જમણવારમાં નહોતું મળ્યું પનીર, જુઓ વીડિયો

લગ્ન એ ખુબ જ ખુશીનો પ્રસંગ છે, પરંતુ ઘણીવાર લગ્ન દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેના કારણે લગ્નનો માહોલ પણ તંગ બની જતો હોય છે. સામાન્ય રીતે લગ્નમાં કોઈ નાની એવી વાતમાં બોલાચાલી શરૂ થઇ જાય છે અને પછી ઝઘડો એવો વણસી જાય છે કે બંને પક્ષ એકબીજા સાથે મારા મારી કરવા પણ લાગી જતા હોય છે.

ત્યારે આ દરમિયાન એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પણ લગ્નમાં બંને પક્ષ એકબીજા સાથે મારામારી કરતા જોવા મળી રહ્યા છે. આ મારામારી કરવા પાછળનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે. કારણ કે આ ઝઘડો એટલા માટે થયો કે ફૂવાજીને લગ્નના જમણવારમાં મટર પનીર નહોતું મળ્યું.

ભારતીય લગ્નોમાં મિજબાનીનું ઘણું મહત્વ છે. ખાસ કરીને ફુવા અને જીજાજીને સાચવવા પડે છે. કારણ કે ભાઈ…જો તેમનું મોં ફૂલી જાય તો છોકરાના લગ્ન તૂટવાનો ભય રહેતો હોય છે. એવા ઘણા કિસ્સા છે જ્યારે ફુવાની નારાજગીને કારણે લગ્ન તૂટી ગયા. તાજેતરનો મામલો ઉત્તર પ્રદેશના બાગપતનો છે, જ્યાં પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે ફુવાને પનીર ન આપવાને કારણે કન્યાપક્ષ અને વરપક્ષ વચ્ચે ઉગ્ર લડાઈ થઈ ગઈ હતી.

એવો દાવો કરવામાં આવ્યો હતો કે વરરાજાના ફુવાને પનીર પીરસવામાં આવ્યું ન હતું, તેથી તેઓ ગુસ્સે થયા. થોડી જ વારમાં મામલો એટલો વધી ગયો કે લાકડીઓ અને ડંડાઓ, ચંપલ અને જૂતા પણ ઉડ્યા. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મારામારીના દૃશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

Niraj Patel