શાહરુખ ખાનના ઘર મન્નતમાં બૉલીવુડ સેલેબ્સનો જમાવડો, સલમાન, અક્ષય અને સૈફ જેવા દિગ્ગજ અભિનેતાઓ પહોંચ્યા, જાણો કારણ

બોલીવુડના સેલેબ્સ એક બીજાના ઘરે ઘણીવાર મહેમાન નવાજી માટે જતા હોય છે, પરંતુ આવું ત્યારે બનતું હોય છે જયારે તેમના ઘરની અંદર કોઈ પ્રસંગ હોય કે કોઈ અન્ય કામ હોય, પરંતુ હાલ શાહરુખ ખાનના મન્નતમાં બોલીવુડના ખ્યાતનામ સિતારાઓ આવી પહોંચ્યા હતા, જેની ઘણી તસવીરો સામે આવી છે.

સાઉદી અરેબિયાના રેડ સી ફિલ્મ ફેસ્ટિવલના અધ્યક્ષ મુહમ્મદ અલ તુર્કીએ શનિવારે શાહરૂખ ખાનના ઘરે મન્નતમાં હાજરી આપી હતી. શાહરૂખ ખાને તેમની મહેમાન નવાજી કરી હતી. પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની અને શાહરૂખ ખાનની તસવીર પોસ્ટ કરતાં, મુહમ્મદ અલ તુર્કીએ લખ્યું હતું કે “મારા ભાઈ @iamsrk સાથે ભારત તરફથી રમઝાન શુભેચ્છાઓ”. તેમણે ઈન્સ્ટાગ્રામ પર મન્નતનું લોકેશન પણ ટેગ કર્યું.

આ સિવાય સાઉદી અરેબિયાના કલ્ચર મિનિસ્ટર બદર બિન ફરહાન અલસાઉદે પણ શાહરૂખ સાથે એક તસવીર શેર કરી હતી. શાહરૂખ સિવાય બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સ પણ સાઉદીના સંસ્કૃતિ મંત્રીને મળ્યા હતા. સલમાન ખાન, અક્ષય કુમાર અને સૈફ અલી ખાન પણ બદર બિન ફરહાન અલસાઉદને મળ્યા હતા.

જો કે, બાકીના સ્ટાર્સની આ મીટિંગ મન્નતમાં શાહરૂખના ઘરે થઈ હતી કે બીજે ક્યાંક થઈ હતી તે વાતની પુષ્ટિ થઈ નથી. બદર બિન ફરહાન અલસાઉદ અને મુહમ્મદ અલ તુર્કી સાથેની મુલાકાત દરમિયાન શાહરૂખ ખાને સફેદ ટી-શર્ટ અને ડેનિમ પહેર્યા હતા. તો સૈફ અલી ખાને બદ્ર બિન ફરહાન અલસાઉદ સાથેની મુલાકાત દરમિયાન ગુલાબી શર્ટ અને ડેનિમ પહેર્યા હતા.

અક્ષય કુમાર અને સલમાન ખાન બદ્ર બિન ફરહાન અલસાઉદને એકસાથે મળ્યા હતા, બંને તસવીરોમાં સાથે જોવા મળે છે. જ્યાં સલમાન ખાન બદર બિન ફરહાન અલસાઉદ સાથે હાથ મિલાવતો જોવા મળે છે, ત્યારે અક્ષય કુમાર પણ તેની બાજુમાં જ ઉભો છે. સોશિયલ મીડિયામાં આ તસવીરો સામે આવતા જ વાયરલ થઇ ગઈ છે.

શાહરૂખ ખાન હાલમાં જ તેની ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ પૂરું કરીને સ્પેનથી ભારત પરત ફર્યો છે. તમને જણાવી દઈએ કે શાહરૂખની આગામી ફિલ્મ પઠાણ છે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૈફ અલી ખાન પણ વિક્રમ વિદ્યાથી બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવવા જઈ રહ્યો છે, આ ફિલ્મમાં તેની સાથે હ્રતિક રોશન પણ જોવા મળશે. આ સિવાય સૈફ કૃતિ સેનન અને સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે અનેક કલાકારોથી સજેલી ફિલ્મ આદિ પુરુષમાં પણ જોવા મળવાનો છે. અક્ષય કુમારની નવી ફિલ્મ બચ્ચન પાંડે પણ રિલીઝ થઈ ગઈ છે.

Niraj Patel