ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

હિન્દૂ નવવર્ષ તરીકે ઓળખાતા ગુડી પડવા(પાડવા)નું શું છે મહત્વ ? મહારાષ્ટ્રમાં લોકો ધામધુમથી ઉજવે છે આ પર્વ

ચૈત્રી નવરાત્રીની દેશભરમાં શરૂઆત થઇ ગઈ છે ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે જ ગુડી પડવા જેને મહારાષ્ટ્રમાં ગુડી પાડવા તરીકે ઓળખવામાં આવે છે એ તહેવાર પણ આજના દિવસે છે, હાલમાં કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે જેના કારણે આ તહેવારની ઉજવણી થતી જોવા નહિ મળે, છતાં પણ મહારષ્ટ્રમાં લોકો આ તહેવારને ઘરમાં બેઠા પણ ઉજવવાના છે, ત્યારે આપણે આ ખાસ તહેવારના મહત્વ વિશે જાણીએ.

Image Source

ગુડી પાડવા ચૈત્ર માસના શુક્લ પક્ષના પ્રતિપદાના દિવસે મનાવવામાં આવે છે, મહારાષ્ટ્ર અને આંધપ્રદેશમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. મહારાષ્ટ્રમાં આજના દિવસે ઉત્સવ ઉજવામાં આવે છે, અને મિષ્ઠાન બનાવવામાં આવે છે, આજન દિવસને હિન્દૂ નવવર્ષ તરીકે ઓળખવામાં આવે છે, એવું પણ કહેવામાં આવે છે કે આજના દિવસે જ બ્રમ્હાજીએ સૃષ્ટિની સ્થાપના કરી હતી.

ગુડી પાડવા શબ્દનો અર્થ સમજીએ તો ગુડીનો અર્થ થાય છે, ધ્વજ, પતાકા. આજને પડવાને તિથિના રૂપમાં જોવામાં આવે છે, માટે ધજાને વિજય ધ્વજ અથવા વિજય પતાકાના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, આ તહેવાર પાછળ કેટલીક કથાઓ પણ જોડાયેલી છે.

Image Source

આ તહેવાર સાથે એક વાર્તા એવી જોડાયેલી છે કે, ભગવાન શ્રી રામેં જ્યારે બાળી ઉપર વિજય પ્રાપ્ત કર્યો, દક્ષિણના લોકોને બાલીના અત્યાચાર અને દુષ્કર્મોથી મુક્તિ અપાવી હતી, જેના કારણે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની વાર્તા એક વાર્તા સાથે પણ જોડાયેલી છે.

શાલિવાહન નામના એક કુંભારના પુત્રએ માટીમાંથી સો સૈનિકોની એક સેના બનાવી, તેમાં પાણી છાંટીને તે માટીના સૈનિકોમાં પ્રાણ ફૂંકી દીધા હતા, આ સૈનિકોની મદદથી તેને કેટલાય શત્રુઓને હરાવ્યા પણ હતા, શાલિવાહન શત્રુઓ પર મેળવવામાં આવેલા વિજયના કારણે પણ આજના તહેવારને મનાવતો હોવાની વાત પણ ચર્ચાય છે.

Image Source

ગુડી પાડવાના દિવસે હિન્દૂ ધર્મના લોકો પોતાના ઘરની અંદર આંબાના પાંથી તોરણ બનાવે છે અને ઘરને શણગારે છે, આંબનું બનાવેલું તોરણ જેને બંદનવાર કહેવામાં આવે છે, તે ઘરની અંદર સુખ સમૃદ્ધિ પણ લાવે છે. મહારાષ્ટ્રની અંદર આજના દિવસે શ્રીખંડ બનાવવામાં આવે છે, સાથે પૂરણપોળી બનાવવાનું પણ ખાસું મહત્વ રહેલું છે.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.