હેલ્થ

જામફળનાં પાનમાં છુપાયેલ છે સ્વાસ્થ્ય અને સુંદરતનો ખજાનો, 98% ભારતીયોને આ ફાયદાઓની ખબર નથી- જાણો તમે

જામફળ જ નહિ આ જામફળનાં પાંદડા પણ ખૂબ લાભદાયક માનવામાં આવ્યા છે. આ પાંદડાઓનાં સેવનથી ઘણી બિમારીઓને દૂર કરી શકાય છે.

આજે અમે આપને જણાવશું કે કેવી રીતે જામફળનાં પાંદડા સ્વાસ્થ્ય અને ચહેરાને ફાયદો આપે છે?

જામફળનાં પાંદડાથી કરચલીઑને દૂર કરી શકાય છે.જામફળના પાનની પેસ્ટ તૈયાર કરીને રોજ અસરગ્રસ્ત ભાગ પર લગાવવાથી થોડા જ દિવસોમાં ફરક દેખાવા લાગશે. ચહેરા પર ડાઘ-ધાબા છે તો જામફળનાં પાંદડા ઉકાળીને આપ તેનો ઉપયોગ કરી શકો છો. તેના પાણીથી દિવસમાં બે વાર ચહેરો ધોવો.

Image Source

દાંતનાં દુખવા અને મસૂડાનો સોજામાં,જામફળનાં 15-20 મુલાયમ પાંદડા તોડીને મસળીને પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી અડધુ પાણી જ બચે. આ પાણીને ઠંડુ કરીને સિંધાલુણ મીઠું અને ફટકડી નાખીને વારે-વારે કોગળા કરવાથી દંતવિકારોનું શમન થાય છે. દુખાવા અને સોજાથી છૂટકારો મળે છે.

જામફળમાં લાઈકોપીન, કર્સેટિન, વિટામિન સી અને એન્ટીઓક્સીડેંટ્સ શરીરમાં પેદા થયેલા કેન્સરના સેલને રોકે છે. લાઈકોપીન બ્રેસ્ટ કેન્સ્ટ્રરથી પણ રક્ષા આપે છે. આ માટે દરરોજ એક જામફળ અચૂક ખાવું જોઈએ.

Image Source

અડધા માથાનો દુખાવો થવા પર સૂર્યોદય પહેલા જ કાચા લીલા તાજા જામફળના પાનને પત્થર પર ઘસી લેપ બનાવો અને માથા પર લગાવો. થોડા દિવસ સુધી રોજ પ્રયોગ કરવાથી પૂરો લાભ થાય છે. જામફળનાં પાંદડાનાં 10 ગ્રામ ઉકાળાને પીવડાવવાથી ઉબકા કે ઉલ્ટી બંધ થઈ જાય છે અને જીવ પણ બરાબર રહે છે.

જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તે લોકોએ સવારે ખાલી પેટે પાકેલું જામફળ ખાવાથી ફાયદો થાય છે. જામફળ ખાવાથી કબજિયાતની સમસ્યા નથી રહેતી.

Image Source

મોઢામાંથી અવારનવાર વાસ આવે છે તો જામફળનાં પાંદડા ચાવવાથી જલ્દી જ દુર્ગંધ દૂર થઈ જશે. માથામાં જો જૂ થઈ ગયા હોય તો જામફળનાં પાંદડાનો રસ લગાવી અને ધોવાથી ફાયદો થશે.

જો આપના વાળ ઑઈલી છે. ગરમ પાણીમાં જામફળના પાંદડા  નાખી આ પાણીથી વાળ ધોવાથી વધારાનું તેલ નિકળી જશે અને વાળની ચમક પણ એવી ને એવી જ રહેશે.

Image Source

જામફળનાં થોડા પાંદડા લઈને પાણીમાં ઉકાળી પીસી લો.તેના લેપને ફોલ્લીઑ પર લગાવવાથી લાભ થાય છે.જો મુંહાસા નિકળી આવ્યા છે તો તેના પાંદડાઑની પેસ્ટ બનાવી લો અને ચહેરા પર લગાવો.પાંદડામાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે જેનાથી મુંહાસાથી છૂટકારો મળે છે.

ગર્ભવતી મહિલાઓ માટે જામફળ સારો ઉપાય છે. જામફળમાં રહેલા ફોલિક એસિડ અથવા વિટામિન બી-9 બાળકની નર્વસ સિસ્ટમને ડેવલપ કરવામાં મદદ કરે છે, આ સાથે જ જામફળ નાના બાળકોને ન્યુરોલોજીકલ ડિસોર્ડથી બચાવે છે.

Image Source

આપણે લગભગ બધા જ ફ્રૂટ્સના જ્યુસ પીધા જ હશે પણ જામફળનો શરબત પીવાની પણ એક અલગ જ મજા છે. ત્યારે આજે આપણે જોઈશું કે જામફળનો સધરબત કેવી રીતે બને છે. જામફળનો શરબત તમે મહેમાનોને પણ સર્વ કરી શકો છો. એ પીધા પછી બધા જ ખૂબ જ રિફ્રેશિંગ ફીલ કરશે. જામફળનો શરબત એનર્જી બૂસ્ટરનું કામ પણ કરે છે.

 તો ચાલો જોઈએ કે કેવી રીતે બનાવવો જામફળનો શરબત –

સામગ્રી –

  • જામફળ 3 નંગ
  • ખાંડ 2 ચમચી
  • મરી પાવડર 1/4 ચમચી
  • લીંબુનો રસ 1/2 ચમચી
  • સંચળ પાવડર 1/4 ચમચી
  • મીઠુ 1/4 ચમચી
  • લાલ મરચું ચપટી
  • પાણી 1 ગ્લાસ

રીત –

સૌપ્રથમ જામફળ લઇ લો અને એના ટુકડા કરી લો પછી એને મિક્સર જારમાં ખાંડ એડ કરી પીસી લો પ્યૂરી બની જાય એટલે એને ગળણીથી ગાળી લો જેથી બીયા નીકળી જાય પછી એક ગ્લાસમાં 2 ચમચી પ્યૂરી અને એમાં ઠંડુ પાણી એડ કરી સંચર મીઠુ મરી પાવડર ચપટી મરચું અને લીંબુનો રસ એડ કરી મિક્સ કરી હલાવી લો બરાબર મિક્સ થઈ જાય એટલે સર્વ કરો તૈયાર છે ઠંડો ઠંડો જામફળનો શરબત હેલ્ધી ટેસ્ટી જરૂરથી બનાવજો.

જામફળનો શરબત બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.