આ બે ગુજરાતી બહેનોએ કરી નાખી કમાલ, વિશ્વની સૌથી શક્તિશાળી માનવામાં આવતી ઇઝરાયલની સેનામાં થઇ ભરતી

સેનામાં સ્થાન મેળવવું ઘણા યુવા વર્ગનું સપનું હોય છે. પરંતુ વિદેશી સેનામાં સ્થાન મેળવવું અને એ પણ કોઈ યુવતી દ્વારા ખુબ જ મુશ્કેલી ભર્યું છે. પરંતુ આ સફળતા મળેવી બતાવી છે ગુજરાતની બે બહેનોએ. જે હાલમાં જ જેને દુનિયાની સૌથી શક્તિશાળી સેના માનવામાં આવે છે એવી ઇઝરાયલની સેનામાં ગુજરાતની બે બહેનો જોડાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા માણાવદર તાલુકના એક નાનકડા ગામ કોઠડીનો પરિવાર જે હાલમાં ઈઝરાયલમાં સ્થાઈ થયો છે. જે ઈઝરાયલમાં કરિયાણાનો વેપાર કરે છે તે પરિવારની બે દીકરીઓ ઈઝરાયલ સેનામાં જોડાઈ છે, જેને ગુજરાત સાથે મેહેર સમાજ અને માણાવદરનું નામ ઉજળું કરી બતાવ્યું છે.

આ બાબતે મળી રહેલી વધુ વિગતો મુજબ મૂળ કોઠડી અને હાલ ઈઝરાયલના તેલઅવીવમાં સ્થાઈ થયેલા એવા જીવાભાઈ મૂળિયાસીયા અને તેમના ભાઈ સવદાસભાઇ મુળિયાસિયાની દીકરીઓ નિશા અને રિયા હાલમાં ઈઝરાયલ આર્મીમાં ફરજ બજાવી રહી છે. આ બંને બહેનોમાં નિશા ઈઝરાયલ આર્મીમાં સ્થાન મેળવનારી પહેલી ગુજરાતી મહિલા બની છે.

નિશા હાલમાં ઈઝરાયલ આર્મીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ સાઈબર સિક્યુરિટી વિભાગમાં ફરજ બજાવે છે, સાથે જ તે ફ્રન્ટલાઈન યુનિટ હેડ તરીકે પણ કાર્યરત છે. તો બીજી બહેન રિયા દ્વારા પણ 12માં ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇઝરાયલ સૈન્યમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો.

રિયા હાલમાં ઇઝરાયલ પ્રિ-સર્વિસીસમાં છે. આ એક કમાન્ડોની એક સક્ષમ તાલીમ છે. 3 માસની આ તાલીમ લીધા બાદ તેને કેટલીક પરીક્ષાઓ પણ આપવી પડશે, અને આ પરીક્ષાઓમાં સફળ થયા બાદ રિયા પણ ઈઝરાઈલ આર્મીમાં જોડાઈ જશે. પરીક્ષા બાદ તેને પોસ્ટિંગ આપવામાં આવશે.

Niraj Patel