હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે એક બાજુ ધંધા-રોજગાર બંધ થઇ ગયા છે તો મોંઘવારી પણ આસમાને છે. આ વચ્ચે કોરોનાથી સંક્રમિત થતા બચવા માટે ફરજીયાત વાપરવામાં આવતા માસ્ક અને સેનિટાઇઝરની કિંમતમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.

નાણાં મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે સેનિટાઇઝર્સ સાબુ, ડેટટોલ અને અન્ય જેવા જીવાણુનાશકો છે. જે 18 ટકા જીએસટી હેઠળ આવે છે. આથી, સેનિટાઇઝર પણ 18 ટકા જીએસટી લાગુ કરવામાં કરશે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે હેન્ડ સેનિટાઇઝરના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ રસાયણો, પેકિંગ મટિરિયલ અને કાચી સામગ્રીની સેવા, અન્ય લોકો સહિત, 18 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ચૂકવવો પડશે.

ગોવાની એક કંપની દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, આ ઉત્પાદન પર 12 ટકા જીએસટી લાગુ પડે છે. ઉપરાંત કંપનીએ એમ પણ પૂછ્યું હતું કે, જો સેનિટાઇઝર આવશ્યક ચીજવસ્તુ છે તો તેના પર જીએસટીમાં છૂટ મળશે.
આ સાથે જ અરજદાર દ્વારા બનાવવામાં આવેલું હેન્ડ સેનેટાઈઝર આલ્કોહોલ આધારિત છે, તેના પર 18 ટકા જીએસટી લાગશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે હેન્ડ સેનિટાઇઝરને આવશ્યક ચીજવસ્તુ તરીકે વર્ગીકૃત કરી છે. પરંતુ જીએસટી એક્ટમાં જે વસ્તુઓ પણ છુટછાટ મળી હોય છે જેની જુદી યાદી હોય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.