ખબર

પહેલી એપ્રિલથી મોંઘી થઇ રહી છે આ વસ્તુ, જાણીને મગજ જશે…

14 માર્ચના રોજ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) કાઉન્સિલની 39મી બેઠક થઇ હતી. જેમાં મોબાઈલ ફોન અને એના પાર્ટ્સ પર GST 12 ટકાથી વધારીને 18 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયને કારણે હવે મોબાઈલ ફોન મોંઘા થઇ જશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક યોજાયી, જે પછી તેમને આ વાતની જાણકારી આપી. નવા ભાવ 1 એપ્રિલ 2020થી લાગુ થશે.

Image Source

નાણામંત્રીએ કહ્યું કે મોબાઈલ ફોન પર GST 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યું. કેટલાક ખાસ ભાગો પર પણ GST 18 ટકા કરવામાં આવ્યું છે. આજની બેઠકમાં લેવાયેલ બધા જ નિર્ણયો 1 એપ્રિલ 2020થી લાગુ પડશે.

આ સિવાય માચીસ પર 12 ટકા GST લગાવવાનો પણ નિર્ણય કરવાં આવ્યો છે. એવિએશન માટે MRO ટેક્સ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. વિમાનના સ્પેરપાર્ટ્સની દેખરેખ અને સમારકામ જેવી વ્યવસ્થાઓ પર પણ GST દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાણામંત્રીએ કહ્યું કે, જુલાઈ 2020 સુધીમાં ઇન્ફોસીસ વધુ સારી GSTN સિસ્ટમ સુનિશ્ચિત કરશે. નાણામંત્રીએ કહ્યું કે, ‘બેઠકમાં GSTN પોર્ટલ પર આવતી તકનીકી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નંદન નીલેકણીએ વધારાના સ્ટાફ, ક્ષમતા, સારા ઉકેલો અંગે અનેક દરખાસ્તો કરી હતી. જીએસટી કાઉન્સિલની આગામી ત્રણ બેઠકોમાં નિલેકણી હાજર રહેશે.’

કાઉન્સિલમાં નાણાકીય વર્ષ 2018-19 માટે વાર્ષિક જીએસટી રીટર્ન ફાઇલિંગ તારીખ 30 જૂન 2020 સુધી વધારી દેવામાં આવી છે. તેમજ મોડી ફીથી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફક્ત તે જ એકમોને લાગુ પડશે જેમના વાર્ષિક ટર્નઓવર રૂ. 2 કરોડથી ઓછું છે. નાણામંત્રીએ કહ્યું કે કમ્પૅન્સેશન તરીકે 78,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.