રાજકોટ અને સુરત બાદ હવે અમદાવાદમાં ક્રિકેટ રમતા રમતા સરકારી કર્મચારી યુવાનનું હાર્ટ એટેકથી મોત, બોલિંગ કરતા કરતા જ ઢળી પડ્યો.. જુઓ વીડિયો

અમદાવાદમાં GST કર્મચારીનું બોલિંગ નાખવા ગયો અને હ્રદય બેસી જતા મોત આંબી ગયું, જુઓ વીડિયો

ગુજરાત સમેત દેશ્બ્ર્હ્મા છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલો વધવા લાગ્યા છે અને તેમાં પણ જિમમાં કસરત કરતા અને રમતના મેદાન પર રમતા રમતા ઘણા યુવાનોને હાર્ટ એટેક આવ્યા છે અને તેમનો જીવ પણ ચાલ્યો ગયો છે. ત્યારે રાજકોટ અને સુરતમાં આવી ઘટનાઓ સામે આવ્યા બાદ ગત રોજ અમદાવાદમાંથી પણ એક એવી જ ઘટના સમયે આવી. જેમાં મેદાનમાં ક્રિકેટ રમી રહેલા એક યુવાનનું મોત નીપજ્યું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ભાડજ વિસ્તારમાં આવેલા એક મેદાનની અંદર GST ઓફિસર અને સુરેન્દ્ર નગર જિલ્લા પંચાયતના સરકારી કર્મચારી વચ્ચે એક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પહેલા બેટિંગ કરતા GSTના કર્મચારીઓએ 20 ઓવરમાં 104 રન બનાવ્યા હતા. આ સમયે જ GSTના એક યુવા અધિકારી વસંત રાઠોડ બોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન જ તેને તબિયત સારી ના લગતા તે મેદાનમાં જ બેસી ગયો હતો.

થોડીવાર બેઠા બાદ તે ત્યાં જ ઢળી પડ્યો અને બેભાન થઇ ગયો. જેના બાદ સાથી ખેલાડીઓએ પાણી છાંટીને ભાન લાવવાના તેમજ CPR આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. જેના બાદ તાત્કાલિક સવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વસંતનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવતા સાથી ખેલાડીઓ પણ શોકમાં ડૂબ્યા હતા.

વસંતના નિધનની ખબર મળતા જ પરિવાર પણ શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ મેચમાં વસંતે 2.5 ઓવરમાં એક વિકેટ ઝડપી હતી, જ્યારે બેટિંગમાં 14 બોલમાં 16 રન પણ ફટકાર્યા હતા. ત્યારે આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે મેચ દરમિયાનનો છે. જેમાં વસંતને આવેલા હાર્ટ એટેકની આંખી ઘટના કેમેરામાં કેદ થયેલી જોવા મળી રહી છે.

Niraj Patel