લગ્ઝરીમાં આવે છે પરાઠા, ચૂકવવો પડશે આટલા % GST, મોંઘવારીનો વધુ એક ફટકો પડી જશે

જો તમે પરાઠા ખાવાના શોખીન છો તો તમારે તેના માટે હવેથી વધુ ખર્ચ કરવો પડશે. ગુજરાતની અપીલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAAR) કહે છે કે રોટલી અને પરાઠા વચ્ચે મોટો તફાવત છે. રોટી પર 5 ટકા જીએસટી લાગશે જ્યારે પરાઠા પર 18 ટકા જીએસટી લાગશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમ ભારતમાં લગભગ પાંચ વર્ષ પહેલાં લાગુ કરવામાં આવી હતી, પરંતુ આજે પણ તે વારંવાર ચર્ચાનો વિષય બને છે.

હવે રોટલી-પરાઠા સાથે જોડાયેલો એક નવો મામલો સામે આવ્યો છે. ભૂતકાળમાં પણ રોટલી-પરાઠા પરના GSTને લઈને પ્રશ્નો ઉભા થયા છે. તેથી જો તમે પણ પરાઠા ખાવાના શોખીન છો, તો તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે. ગુજરાતની અપીલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAAR) એ રેડી-ટુ-કુક એટલે કે ફ્રોઝન પરાઠા પર 18 ટકા GST વસૂલવાના નિર્ણયને મંજૂરી આપી છે. સાથે જ રોટલી પર 5 ટકા ટેક્સ લાગશે.

આ નિર્ણય અરજદાર અમદાવાદ સ્થિત કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની અપીલ પર આવ્યો છે. અહીં પરાઠાના વ્યવસાય સાથે જોડાયેલી કંપનીઓનું કહેવું છે કે રોટલી કરતાં પરાઠા પર વધુ જીએસટી ન લગાવવો જોઈએ કારણ કે બંને ઘઉંના લોટમાંથી બને છે. તેમનું કહેવું છે કે બંને પર સમાન રીતે ટેક્સ લાગવો જોઈએ. અરજદારે કહ્યું કે તેમની કંપની 8 પ્રકારના ફ્રોઝન પરાઠા બનાવે છે, જેમાં મલબાર પરાઠા,

મિક્સ પરાઠા, વેજ પરાઠા, ઓનિયન પરાઠા, સાદા પરાઠા, આલૂ પરાઠા, લચ્છા પરાઠાનો સમાવેશ થાય છે. તમામ જાતોમાં મુખ્ય ઘટક ઘઉંનો લોટ છે. તેથી, આ બધા પર ચપાતીની જેમ જ ટેક્સ લાગવો જોઈએ. અન્ય ઘટકો જેમ કે શાકભાજી, ડુંગળી અથવા મેથી માત્ર સ્વાદ માટે ઉમેરવામાં આવે છે. બાકી તો પરાઠાની બધી જાતો એકસરખી હોય છે.

Shah Jina