અજબગજબ

એક યુવતીનું હસવું થઇ ગયું મુશ્કેલ, દાંત અને પેઢામાં થઇ એવી બીમારી કે ડોક્ટર પણ પડી ગયા અચંબામાં

સામાન્ય માણસને શરીરના જુદા-જુદા અંગ પર વાળ હોય છે. અમુક જગ્યા પર વાળ હોય છે તો તેની ટ્રીટમેન્ટ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે, સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર માથાના વાળ હોય છે. પરંતુ શું તમે કયારે વિચાર્યું છે કે, મોઢાના દાંત અને પેઢામાં વાળ ઉગે તો કેવું લાગે ? જાણીને આચંકો લાગ્યો ને ? પરંતુ આ સાચું છે.

ઇટાલીમાં એક 25 વર્ષીય યુવતી માટે હસવું અઘરું થઇ ગયું છે. આ યુવતીને દાંત અને પેઢા વચ્ચે વાળ ઉગી નીકળ્યા છે. જયારે આ યુવતી ડોક્ટર પાસે ગઈ ત્યારે તેને ખબર પડી કે, આ એક દુર્લભ બાયોલોજીકલ સ્થિતિ છે. ડોક્ટર પણ આ યુવતીની પરિસ્થિતિ જોઈને અચંબામાં પડી ગયા હતા.

Image Source

આ યુવતીની બીમારી મામલે ડોક્ટર માને છે કે, આ બીમારી પાછળ જવાબદાર પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ છે. ડોક્ટર આ બીમારીને ગિંગિવલ હર્સુટિઝ્મની માને છે. આ બીમારી એક દુલર્ભ બીમારી છે. આ બીમારીનો 10 વર્ષ સુધી ઈલાજ ચાલી શકે છે. આ બીમારી થવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Image Source

આ પહેલા પણ આ યુવતી 2009માં ડોક્ટર પાસે દાઢી અને ગળા પર વાળ ઉગવાની સમસ્યા માટે ગઈ હતી. તે સમયે આ યુવતિનું શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધુ હતું. આ બાદ ફરી આ યુવતીને પેઢા અને દાંતમાં વાળ ઉગવાની સમસ્યાને લઈને ડોક્ટર પાસે પહોંચતા ડોકટરે તેના પેઢાના ટીશ્યુનો અભ્યાસ કર્યો હતો. આ છતાં પણ તેનું કારણ જાણી શકાયું નથી.દુનિયાં આ મહિલાઓને આ બીમારીનો આ પહેલો કિસ્સો છે. આ પહેલા 5 પુરુષો આ બીમારીનો ભોગ બન્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.