લગ્નમાં દુલ્હન કરતા પણ વધારે ખૂબસુરત જોવા મળી આ મહિલા, જયારે મહિલાની હકિકત સામે આવી ત્યારે…જુઓ વીડિયો

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું એક મોટુ હબ બની ગયુ છે. રોજેરોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. સો.મીડિયા પર લગ્નના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં દુલ્હા-દુલ્હનની મસ્તી, જીજા-સાળીની નોકજોક અને વરરાજાના મિત્રોની મસ્તી સામેલ છે. ઘણીવાર દુલ્હનના પણ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં તે તૈયાર થયા બાદ ઘણી જ ખૂબસુરત લાગતી હોય છે. ત્યારે લગ્નના દિવસે, દુલ્હન સૌથી સુંદર દેખાય છે અને વરરાજા તેના પર મોહિત થઇ જતો હોય છે. જો કે, ઘણી વખત વર-કન્યાના સંબંધીઓમાંનું કોઇ એટલા સુંદર દેખાય કે લોકો તેના પર વિશ્વાસ કરી શકતા નથી.

જ્યારે આ વાત આવે છે ત્યારે લોકોની આંખો ફાટી જાય છે. આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ ચોંકી જશો. પાર્લરમાં તૈયાર થવા ગયેલી વરરાજાની માતા એટલી સુંદર લાગી રહી હતી કે દુલ્હન પણ તેની સામે ફિક્કી લાગશે. આજના યુગમાં મોટાભાગની મહિલાઓ લગ્નોમાં જતા પહેલા પાર્લરમાં જઈને તૈયાર થઈ જવાનું પસંદ કરે છે.

હવે ત્યાં માત્ર દુલ્હનનો બ્રાઈડલ મેકઅપ નથી, પરંતુ તમામનો મેકઓવર કરવામાં આવે છે. લગ્નની સિઝનમાં તો પાર્લરમાં લાઈનો લાગી જતી હોય છે. આ વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. જ્યારે વરની માતા પાર્લરમાં સારી રીતે તૈયાર થઈ ગઈ, ત્યારે લોકો એક સમયે મૂંઝવણમાં હતા કે શું તે દુલ્હન છે, પરંતુ જ્યારે લોકોએ વીડિયોનું કેપ્શન વાંચ્યું ત્યારે વાસ્તવિકતા ખબર પડી કે આ મહિલા તો દુલ્હન નહિ પરંતુ વરરાજાની માતા છે.

 

View this post on Instagram

 

A post shared by NIDHI JAIN (@makeupartist_nidhijain)

સોશિયલ મીડિયા પર આ વીડિયો અપલોડ થતાં જ લોકોએ તેને ખૂબ પસંદ કર્યો. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ લાઈક કર્યો છે, અને તેને લાખો વખત જોવામાં આવ્યો છે. ઘણા યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો વરરાજાની માતાને ખૂબ જ સુંદર પણ કહી રહ્યા છે. આ વીડિયો સો.મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Shah Jina