ખબર

વરઘોડામાં એક તરફ નાચતા રહ્યા જાનૈયાઓ, પાછળથી ચોર આવીને વરરાજાને લૂંટી ગયો

દેશમાં ચોરીની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. પરંતુ હાલ એવી ઘટના સામે આવી છે જેને જાણીને સૌ કોઈ વિચારમાં પડી જાય. એક વરઘોડાની અંદર જાનૈયાઓ નાચતા રહ્યા અને ચોર આવીને વરરાજાને લૂંટી ચાલ્યો ગયા. આટલા મોટા વરઘોડામાં કોઈને આ વાતની ખબર શુદ્ધા પણ ના પડી. (તમામ તસવીરો કાલ્પનિક છે.)

આ ઘટના બની છે રાજધાની દિલ્હીના તિમારપુર વિસ્તારમાં જ્યાં એક વરરાજાએ ગળામાં નોટોની માળા અને સોનાની ચેઇન પહેરી હતી તેને લઈને જ બદમાશ ચોર ફરાર થઇ ગયો. આ ઘટના એ સમયની છે જ્યારે વરરાજા પેશાબ કરવા માટે ગયો હતો.

પેશાબ કરવા દરમિયાન વરરાજાએ પોતાના ગળામાં રહેલી નોટોની માળા ઉતારી અને એક મિત્રના હાથમાં આપી. મિત્ર જ્યારે નોટની માળા લઈને ઊભો હતો ત્યારે જ ત્યાં 3 બદમાશ આવ્યા અને એ નોટની માળા અને સોનાની ચેઇન છીનવી ભાગી ગયો.

વરરાજા અને તેના મિત્રે ઘણી બૂમો પાડી પરંતુ જાનૈયાઓ તો ડાન્સ કરવામાં એટલા મશગુલ થઇ ગયા હતા કે તેમને કઈ સંભળાયું નહીં અને ચોર પોતાનો હાથ સાફ કરી અને ત્યાંથી ચાલ્યા ગયા.

આ ઘટનાની સૂચના મળતા જ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. પોલીસ દ્વારા કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. વરરાજાની નોટોની માળામાં 10 હજારથી પણ વધારેની રકમ હતી. આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના આધાર ઉપર આરોપીની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.