ધામ ધુમથી લગ્ન કરીને સાસરે જવાની હતી કન્યા, ત્યારે જ કેમેરા સામે જોઈને બોલી એવું કે.. મહેમાનો પણ રહી ગયા દંગ, જુઓ વીડિયો

દરેક વ્યક્તિ માટે તેના લગ્નનો દિવસ ખાસ હોય છે અને આ લગ્નના દિવસને વધુ ખાસ બનાવવા માટે દરેક વર કન્યા કંઈક અવનવું કરવાનું વિચારતા હોય છે. આવા અવનવા લગ્નના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, જેમાં વર કન્યાની હરકતો દરેક વ્યક્તિનું ધ્યાન ખેંચે છે. ત્યારે હાલમાં એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં કન્યાએ કેમેરા સામે જોઈને ફની પ્રતિક્રિયા આપી હતી. તમે તમારા ઘરની બહાર શાકભાજી, કુર્તા પાયજામા વેચતા વેપારીઓ અને લારી વાળાનો અવાજ સાંભળ્યો જ હશે. આ અવાજ વારંવાર સાંભળીને તમારા મનમાં આ અવાજ બેસી જાય છે. ઘણી વખત લોકો પોતાના ઘરમાં પણ આવા અવાજો કરવા લાગે છે.

વાયરલ થયેલી દુલ્હને પણ કઈક આવું જ કર્યું. તેણે કેમેરાની સામે શેરીમાં માલ વેચતા લારીવાળાના અવાજો કર્યા. કન્યાએ પહેલા કેમેરા સામે કહ્યું- શાલ લો, કુર્તા લો, પાયજામાં લો, સલવાર લો… સો રૂપિયા સો રૂપિયા… દુલ્હનએ આટલું કહ્યું કે તરત જ ત્યાં હાજર મહેમાનોના હોશ ઉડી ગયા, કારણ કે તેનો અવાજ બિલકુલ એવો જ સંભળાતો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને તેઓ જોરથી હસી રહ્યા છે. આટલું જ નહીં દુલ્હને ભંગારના વેપારી જેવો અવાજ કાઢતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. દુલ્હને કેમેરામાં જોઈને કહ્યું ‘કબાડી વાલે…’ તો ત્યાં હાજર બધા હસવા લાગ્યા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોતાની ફની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Niraj Patel