પ્રપોઝ ડે ઉપર આનાથી શાનદાર વીડિયો તમે ક્યારેય નહિ જોયો હોય, વરરાજાએ કન્યા માટે જે કર્યું તે તમારું દિલ જીતી લેશે, જુઓ વીડિયો

વેલેન્ટાઈન વીકની શરૂઆત થઇ ચુકી છે અને પ્રેમીઓ આ દિવસોમાં ખુબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આજે પ્રપોઝ ડે છે અને ઘણા પ્રેમીઓ પોતાના પ્રેમનો ઇજહાર પણ કરવાના છે. ત્યારે દેશમાં હાલ લગ્નની સીઝન પણ ચાલી રહી છે અને આ દિવસોમાં ઘણા યુગલો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. આ દરમિયાન લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો લોકોનું દિલ જીતી રહ્યો છે જેમાં એક વરરાજાએ કન્યા માટે જે કર્યું તે જોઈને કોઈની પણ આંખો ભીની થઇ જાય. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. વીડિયોમાં વરરાજા પોતાની દુલ્હન માટે અનોખા અંદાજમાં પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરે છે અને તેની આ અભિવ્યક્તિ જ લોકોને ખુબ જ પસંદ આવી.

આપણે ઘણીવાર જોયું છે કે જ્યારે પણ વરમાળાની વિધિ થાય છે ત્યારે વરરાજાના ગળામાં માળા નાખ્યા પછી કન્યા તેના ભાવિ પતિના ચરણ સ્પર્શ કરે છે. આવું જ કંઈક આ વીડિયોમાં જોવા મળ્યું હતું, પરંતુ આ વખતે વરરાજાએ પણ દુલ્હનના ચરણસ્પર્શ કર્યા હતા. આજના આધુનિક યુગમાં લોકો વર્ષોથી ચાલી આવતી પરંપરાને બદલવાનો પ્રયાસ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by WedAbout.com (@wedabout)

ત્યારે આ વીડિયોની અંદર પણ એવી જ રીતે કૈક બદલાતી પરંપરા જોવા મળી. જેમાં વરરાજાએ કન્યાના ચરણસ્પર્શ કર્યા. એટલું જ નહીં વરરાજાએ કન્યાના ગાલ ઉપર ચુંબન પણ કર્યું અને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ પણ કર્યું. ત્યારે જેને પણ આ વીડિયોને જોયો તેમને આ કપલની ખુબ જ પ્રસંશા કરી છે.

Niraj Patel