લગ્ન સ્ટેજ પર ફોટોગ્રાફી માટે વર-કન્યા આપી રહ્યા હતા એક પછી એક પોઝ, ત્યારે જ અચાનક થયું એવું કે મહેમાનો સામે જ થયો ઈજ્જતનો કચરો… જુઓ વીડિયો

ફોટોગ્રાફરને પોઝ આપતા વરરાજાએ કન્યાને ડાન્સ સ્ટાઈલમાં ગોળ ગોળ ફેરવી અને કમરમાં હાથ પરોવવા જતા જ થઇ ગયો દાવ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે અને ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે કે તેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ક્યાંક લગ્નમાં વર કન્યાની રોમાન્ટિક અદાઓ લોકોના દિલ જીતી લે છે તો ઘણીવાર મજાક મસ્તી પણ કેમેરામાં કેદ થતા વાયરલ થઇ જતી હોય છે.

લગ્ન એ ખુશીઓનો પ્રસંગ છે અને આ ખુશીઓને બમણી બનાવવા માટે અને જીવનભર આ સંભારણા સચવાઈ રહે તે માટે થઈને કપલ ફોટોશૂટ પણ કરાવે છે જે તેમના માટે જીવનભર યાદગાર બની રહે છે. ત્યારે આજે ફોટોશૂટ માટે ઘણા લોકો દૂર દૂર સુધી પણ જતા હોય છે અને ખુબ જ ખાસ ફોટોશૂટ પણ કરાવતા હોય છે.

ત્યારે હાલ એક એવો ફોટોશૂટ્નો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પણ હસી પડશો. ફોટોગ્રાફર લગ્નમાં વર કન્યાના એક પણ પોઝ મિસ કરવા નથી માંગતો અને જ્યાં પણ સમય મળે ત્યાં તે ફોટો ક્લિક કરી લેતો હોય છે. આ વીડિયોમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે. વર કન્યા સ્ટેજ પર ઉભા છે અને ફોટોગ્રાફર તેમને અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપવાનું કહે છે.

વર કન્યા પણ ફોટોગ્રાફરના કહેવા પ્રમાણે પોઝ આપતા હોય છે, પરંતુ ત્યારે જ કન્યાને ડાન્સ સ્ટાઇલમાં ગોળ ગોળ ફેરવ્યા બાદ વરરાજા કમરથી પકડવા જાય છે અને ત્યારે જ તેમનું બેલેન્સ બગડે છે અને બંને સ્ટેજ પર પડે છે. આ જોઈને ત્યાં સૌ કોઈ હસવા લાગે છે, કન્યા અને વરરાજા પણ આ દરમિયાન હસતા જોવા મળે છે. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel