કન્યાને બાઈક પર બેસાડીને વરરાજાએ કર્યો એવો દિલધડક સ્ટન્ટ કે જોનારની આંખો પણ ચાર થઇ ગઈ, જુઓ વીડિયો

વરરાજાએ કન્યાને બાઈક પાછળ બેસાડી અને કુદાવી દીધી આખી કાર, દિલ ધડક પ્રિ વેડિંગનો વીડિયો થયો વાયરલ, જુઓ

આજના સમયમાં દરેક લોકો પોતાના લગ્ન પહેલા પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે. દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેમના લગ્નની એ યાદગીરી જીવનભર યાદ રહી જાય અને ખાસ બને. પ્રિ વેડિંગના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, જેમાં ઘણા કપલ આ ફોટોશૂટ ખાસ અંદાજમાં કરાવતા જોવા મળે છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તમારું મગજ પણ ચકરાવે ચઢી જશે.

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા અને દુલ્હન બાઇક પર બેસીને સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. જો કે, તે કોઈ ફિલ્મનું શૂટિંગ છે કે પ્રી-વેડિંગ શૂટ છે તેની પુષ્ટિ થઈ શકતી નથી. હા, વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા અને કન્યા બાઇક પર બેઠા છે અને સામે ફોર વ્હીલર પાર્ક છે.

વરરાજા અને કન્યા તેને પસાર કરવા માટે સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમની મદદ માટે JCB બોલાવવામાં આવે છે અને તેમને બાંધીને હવામાં ખેંચવામાં આવે છે. થોડી સેકન્ડનો આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની લોકો મજાક ઉડાવી રહ્યા છે.

@bestofallll નામના ટ્વિટર એકાઉન્ટે તેને શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘પ્રી-વેડિંગ શૂટ – આ હું સમજું છું.’ આ શોર્ટ ક્લિપને 9 લાખથી વધુ વખત જોવામાં આવી છે અને 15 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. ઈન્ટરનેટ પર જેણે પણ આ વીડિયો જોયો તેને ખૂબ જ મજા પડી. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘એક્શન ડિરેક્ટર જેવું લાગે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘મારે આના કરતાં લગ્ન ન કરવું સારું.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘રિશ્ક હૈ તો હી ઇશ્ક હૈ’.

Niraj Patel