માથું નીચે અને પગ ઉપર રાખીને ઉભો રહી ગયો વરરાજા, બાજુમાં ઉભેલી દુલ્હન પણ આપી રહી હતી પોઝ, નજારો જોઈને જોનારની આંખો ચાર થઇ ગઈ, જુઓ વીડિયો

દુલ્હનની બાજુમાં ઉભા રહીને વરરાજા કરી રહ્યો હતો શિર્ષાસન, ત્યાં ઉભેલા લોકો પણ જોઈને રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

હવે લગ્નની સીઝન શરૂ થઇ ગઈ છે અને ઈન્ટરનેટ પર પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં વર કન્યાનો શાનદાર અંદાજ, તો કોઈની મસ્તી ભરેલો પળ જોઈને સૌ કોઈ ખુશ થઇ જતા હોય છે. હવે તો લગ્નમાં પ્રિ વેડિંગ ફોટોશૂટનું પણ ચલણ વધ્યું છે, અને લોકો પણ અવનવા ફોટોશૂટ કરાવતા હોય છે, ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે લોકોના હોશ ઉડાવી રહ્યો છે.

મોટાભાગે આપણે જોયું હશે કે લગ્નના પ્રિ વેડિંગ માટે કપલ ખુબ જ શાનદાર જગ્યાઓની પસંદગી કરતા હોય છે, કોઈ પહાડો પર જઈને ફોટોશૂટ કરાવે છે તો કોઈ દરિયા કે નદી કિનારે જઈને ફોટોશૂટ કરાવતા હોય છે, પરંતુ આ વીડિયોમાં થઇ રહેલું ફોટોશૂટ કંઈક અલગ જ છે જેના કારણે લોકો પણ આવું ફોટોશૂટ જોઈને હેરાન રહી ગયા છે.

વીડિયોમાં વર ‘શીર્ષાસન’ કરી રહ્યો છે, જ્યારે દુલ્હન ભરતનાટ્યમ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે. વીડિયોને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે દક્ષિણ ભારતનો હોઈ શકે છે, જ્યાં આ ફોટોશૂટ મંદિરની અંદર શૂટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુલ્હન ભરતનાટ્યમના અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. તે જ સમયે, વરરાજા સમાન પોઝમાં હેડસ્ટેન્ડ કરતા જોવા મળે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @HasnaZarooriHai નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં ફની રીતે લખ્યું છે કે, ‘પ્રી વેડિંગ શૂટ વધુ મુશ્કેલ થઈ રહ્યું છે, સારું અમે પહેલાથી જ સેટલ થઈ ગયા છીએ.’ આ વીડિયોને અત્યાર સુધીમાં 5.74 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel