સાસુએ જમાઇના મોઢામાં નાખી સિગરેટ, સસરાએ માચિસ સળગાવી કર્યુ સ્વાગત- જુઓ વીડિયો

સાસુમા એ વરરાજાને મોજથી પીવડાવી સિગરેટ, વીડિયો જોઈ ભડક્યા યુઝર્સ- લોકો બોલ્યા “શરમ જેવું કાંઈ બચ્યું જ નથી..” જાણો  શું છે હકીકત ?

લગ્નની સિઝન ચાલી રહી છે અને તમને ક્યાંકને ક્યાંક રસ્તા પર કે પછી શેરીઓમાં જાન તો જરૂર જોવા મળી જતી હશે. જાનનું સ્વાગત કરવાના મજેદાર જોક્સ તો તમે સાંભળ્યા જ હશેને, કોઇ તંબાકુથી સ્વાગતની વાત કરે છે તો કોઇ મિઠાઇ ખવડાવી ઘરમાં જાનનું સ્વાગત કરે છે પણ શું તમે ક્યારેય સાંભળ્યુ છે કે કોઇ દુલ્હાનું સ્વાગત સિગરેટથી કરવામાં આવ્યુ હોય.

આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વરરાજાને સિગારેટ આપીને તેનું સ્વાગત કરવામાં આવે છે. વીડિયોમાં વરરાજા ખુરશી પર બેઠેલો જોવા મળે છે અને તેની સાસુ અને સસરા તેની સામે ઊભા છે. સાસુ વરરાજાના મોંમાં સિગારેટ નાખે છે અને પછી સસરા માચીસ વડે સિગારેટ સળગાવે છે. આ વાયરલ વીડિયોને 41 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

કોમેન્ટમાં વીડિયો શેર કરનાર જુહીએ સ્પષ્ટ કર્યું કે આ એક જૂની વિધિ છે જે દક્ષિણ ગુજરાતના કેટલાક ગામોમાં અનુસરવામાં આવે છે. જો કે, વરરાજાએ સિગારેટ પીધી ન હતી, ન તો સસરાએ સળગાવી હતી. એક વ્યક્તિએ જણાવ્યું કે બિહારમાં પણ વરનું સ્વાગત પાન અને સિગારેટ આપીને જ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Joohi K Patel (@joohiie)

મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક ગામોમાં આ એક વર્ષો જૂની પરંપરા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા ધૂમ્રપાન પણ નથી કરતા,કે તેઓએ સિગારેટ ને સળગાવી પણ નથી, માત્ર રસમ અને વીડિયોગ્રાફી માટે તેણે ફક્ત સળગાવવાની એક્ટિંગ કરી છે. અને તે માત્ર એક “ગમ્મત” છે.

Shah Jina