આજ પહેલા કયારેય પણ નહિ જોયો હોય આવો કોન્ટ્રાક્ટ,. દુલ્હને દુલ્હા પાસે એવા કરાર પર સહી કરાવી કે જાણીને તમે પણ ચોંકી જશો

આજકાલ લગ્નમાં વિવિધ પ્રકારની સર્જનાત્મકતા જોવા મળે છે. જ્યારે વરરાજા જાન સાથે આવે છે, ત્યારે તે માળા સમયે કન્યાને આશ્ચર્યચકિત કરવા માંગે છે. બીજી તરફ જ્યારે દુલ્હન સ્ટેજ પર આવે છે ત્યારે તે પોતાના ડાન્સથી લોકોને ચોંકાવી દે છે. આજના લગ્નમાં માત્ર રીત-રિવાજો જોવા મળતા નથી, પરંતુ નવા પ્રસંગો પણ જોવા મળે છે. લગ્નમાં આવનાર વરને પહેલા સાળીનો સામનો કરવો પડે છે અને તેણે પ્રવેશ માટે શુકનના પૈસા આપીને રિબન કાપવાની હોય છે. ત્યાં, દુલ્હન પણ લગ્નમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે.

ત્યારે હાલમાં જ એક દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક દુલ્હન વરને તેના લગ્ન પહેલા કોન્ટ્રાક્ટ પેપર પર સહી કરાવે છે જેથી તે લગ્ન કરી શકે. લગ્ન પછી તેને ગમતું ન હોય એવું કંઈ ન કરે. વીડિયોમાં જોઇ શકાય છે કે, લગ્ન પહેલા દુલ્હનને બ્રાઈડલ રૂમમાં બેઠી છે અને જ્યારે તેને પૂછવામાં આવે છે કે એન્વલપમાં શું છે.

તો દુલ્હન કહે છે કે તેના ભાવિ પતિ કરણ દ્વારા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કોન્ટ્રાક્ટમાં પહેલી વાત એ છે કે કરણે દરરોજ દુલ્હન સાથે કૈરોકે નાઈટ કરવાની છે. દુલ્હન આગળ કહે છે કે, જે પણ વેબ સીરીઝ જુએ છે તેનુ કોઇ પણ સ્પોઇલર નહિ જણાવવાનું. રોજ તેને ત્રણવાર આઇ લવ યુ બોલવાનું છે. બાર્બીક્યુ ફૂડ્સ તેના વગર ખાવાના નથી અને જયારે કંઇ પણ પૂછુ ત્યારે મારી કસમ ખાઇને સાચુ બોલવાનું છે.

આ વિડિયો જોયા પછી તમે પણ ચોંકી જશો. કન્યા દ્વારા લગ્ન પહેલા કરાર પર સહી કરવાનો થોડો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સંભવ છે કે આગામી સમયમાં પણ આવું જ કંઈક જોવા મળે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

Shah Jina