સ્ટેજ પર ફૂટી રહેલા ફટાકડાના કારણે વરરાજાના માથામાં લાગી આગ, લોકોને લાગ્યું આ નવો ‘ટ્રેન્ડ’ હશે! પછી થયું એવું કે..

ભારતીય લગ્નોમાં પૈસા પાણીની જેમ ખર્ચવામાં આવે છે. માણસની આવક ભલે ઓછી હોય, પરંતુ તે લગ્નમાં ભરપૂર ખર્ચ કરે છે. કોઈપણ રીતે, સમય સાથે લગ્નનું બજેટ, ધામધૂમ અને શો વધતો જાય છે. હવે લગ્નના આયોજકો એવા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરે છે કે દર્શકો પણ કહે છે – અમે પણ અમારા લગ્નમાં આવું કંઈક કરીશું.

 

પરંતુ ક્યારેક વધુ પડતી વિશિષ્ટતાને કારણે મામલો ગંભીર બની જાય છે. આવી જ એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં સ્ટેજની ભવ્યતા વધારવા અને અદભૂત ફોટોગ્રાફ્સ લેવા માટે બેકગ્રાઉન્ડમાં અને વર-કન્યાની આસપાસ ફટાકડા ફોડવામાં આવે છે. પરંતુ ફટાકડામાંથી નીકળતો તણખો વરરાજાના સાફા પર આગ લગાડે છે. પરંતુ ત્યાં હાજર ફોટોગ્રાફરની સમયસૂચકતાના કારણે દૂર્ઘટના ટળે છે.

 

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા સ્ટેજ પર ઉભા છે. લગ્ન સમારોહમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. સગા-સંબંધીઓથી લઈને ફોટોગ્રાફર્સ સુધી, દરેક જણ વર-કન્યાની અદ્ભુત તસવીરો લઈ રહ્યા હતા. પરંતુ અચાનક વરરાજાના ચહેરા પરથી ધુમાડો નીકળવા લાગે છે. શરૂઆતમાં લાગે છે કે આ લગ્નનો નવો ટ્રેન્ડ છે. પરંતુ જ્યારે ધુમાડો આગમાં ફેરવાય છે, ત્યારે બધા ચોંકી જાય છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @didwana_rj37__ પરથી પોસ્ટ કરવામાં આવી હતી. આ વીડિયો પોસ્ટ કરતા યુઝરે લખ્યું- વરરાજાના માથામાં આગ લાગી. આ વીડિયોને અત્યાર સુધીમાં 48 લાખ વ્યૂઝ અને 89 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. જ્યારે 900થી વધુ યુઝર્સે કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું- પહેલીવાર કેમેરામેને મદદ કરી. ખેર, આ દ્રશ્ય જોયા પછી તમારું શું કહેવું છે ?

Twinkle