મિત્રોએ લગ્નના સ્ટેજ પર ચઢીને વરરાજાને મુઠ્ઠીમાં પકડાવી દીધી એવી ગિફ્ટ અને કહ્યું, “બહુ કામ લાગશે..” જોઈને કન્યા પણ થઇ ગઈ શરમથી પાણી પાણી

સિલ્વર કવરના રેપરવાળી વસ્તુ મુઠ્ઠીમાં રાખીને વરરાજાને આપી, મિત્રોએ કર્યો એવો કાંડ કે કન્યા સાથે બધા જ…જુઓ વીડિયો

કોઈપણ લગ્નની અંદર વરરાજાના મિત્રો અને કન્યાની બહેનપણીઓ મસ્તી મજા કરવાનો એક પણ મોકો છોડતા નથી, ઇન્ટરનેટ પર પણ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં વર કન્યા સાથેના આ મસ્તી મજાક લોકોને પણ ખુબ જ પસંદ આવતા હોય છે, ત્યારે હાલ આવા જ એક મસ્તી મજાક વાળો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

લગ્નની અંદર તમે પણ ઘણીવાર જોયું હશે કે વરરાજાના મિત્રો તેને હેરાન કરવા માટે કોઈ એવી ભેટ સોગાદ લઈને આવે છે કે સ્ટેજ પર હાસ્યના ફુવારા ઉડવા લાગે છે. આ વીડિયોમાં પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે. જેમાં વરરાજાના મિત્રો તેને એવી ભેટ આપે છે કે તે જોઈને બધા જ હસવા લાગે છે અને કન્યા પણ શરમથી પાણી પાણી થઇ જાય છે.

વાયરલ વીડિયોમાં વરરાજાના મિત્રો તેની પાસે આવે છે અને તેમાંથી એક તેને આપવા માટે તેની પકડેલી મુઠ્ઠીમાં કંઈક લઈને તેની તરફ ચાલે છે. આ દરમિયાન એક મિત્ર પહેલા વરને કહે છે કે આ ગિફ્ટ લઈ લે કારણ કે તે તેના માટે ઉપયોગી છે. મિત્રના મોઢેથી આ સાંભળીને વર-કન્યા સ્તબ્ધ થઈ ગયા. વીડિયોમાં વરરાજા મિત્રોને પૂછતો જોવા મળે છે, ‘આ શું છે’? તેથી જ મિત્રો તરફથી જવાબ મળે છે, “લઇ લે કામ આવશે.”

 

View this post on Instagram

 

A post shared by RJ Praveen (@rjpraveen)

મિત્રોના મોઢેથી આવી વાત સાંભળીને વરરાજાનો ચહેરો ફિક્કો પડી જાય છે. વરરાજા વિચારી રહ્યો છે કે કંઈક ગડબડ છે, તે જ સમયે વરરાજા તેના હાથમાં રાખેલી ભેટને જુએ છે, એટલામાં પાછળથી ‘ડિસ્પ્રિન હૈ’ અવાજ આવે છે, જેના પછી વર-કન્યા સહિત ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. હવે આ વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel