વરરાજો બન્યો પુજારી! પોતે જ મંત્રનો પાઠ કરી દુલ્હનને લઈ ગયો સાથે, જુઓ વાયરલ વીડિયો

અનેક પ્રકારના લગ્નોના વીડિયો સોશિયલ મીડિયા પર વિવિધ કારણોસર વાયરલ થતા રહે છે. એ જ રીતે, તાજેતરમાં હરિદ્વારના કુંચ બહાદુરપુરીમાં યોજાયેલા લગ્નનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ લગ્નમાં, વરરાજા પોતે વૈદિક મંત્રોનો જાપ કરતો અને પંડિતની ભૂમિકા ભજવતો જોવા મળે છે. આ જ કારણ છે કે આ વીડિયો વાયરલ થયો. સહારનપુરના રામપુર મણિહરનના રહેવાસી વરરાજાએ લગ્નમાં મંત્રોચ્ચાર અને અન્ય ધાર્મિક વિધિઓ જાતે કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

જે કામ સામાન્ય રીતે પંડિત કરે છે, તે આ યુવકે પોતે કર્યું. વરરાજાનું નામ વિવેક કુમાર છે. વરરાજાની જાન રામપુર મણિહરણથી હરિદ્વાર પહોંચી. જાન આવતાની સાથે જ ધાર્મિક વિધિઓ શરૂ થઈ ગઈ. તે જ સમયે તે યુવકે પોતે મંત્રોનો જાપ કર્યો. પછી, તે પોતે પંડિત બન્યા. આ જોઈ લગ્નમાં હાજર સંબંધીઓ, મિત્રો અને કન્યા, બધા જ વિવેકને આત્મવિશ્વાસથી મંત્રોચ્ચાર અને અન્ય ધાર્મિક વિધિઓ કરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

વિવેક કહે છે કે, તે ઘણા વર્ષોથી વૈદિક મંત્રોનો અભ્યાસ કરી રહ્યો છે અને તેને આત્મવિશ્વાસ હતો, તેથી તેણે તેના લગ્નમાં તે કરવાનું નક્કી કર્યું. વિવેક કુમાર ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીમાં બી.ફાર્માનો વિદ્યાર્થી છે. જોકે, વરરાજાએ પોતે મંત્રોચ્ચાર કરીને લગ્નમાં પૂજારી બનવાની ઘટના તેના ગામમાં પણ ચર્ચાનો વિષય બની છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

Twinkle