ભારે કરી! લગ્ન મંડપ વચ્ચે સાસુ સાથે આવું કરવા જતો હતા વરરાજો ત્યારે જ….Video

ઈન્ટરનેટ પર રોજે રોજ અવનવા વીડિયો પોસ્ટ થતા રહે છે. તેમાથી કેટલાક એટલા ફની હોય છે તે તમે તમારી જાતને હસવાથી રોકી શકતા નથી. જો કે તેમાના કેટલાક વીડિયો પર વિશ્વાસ કરવો પણ મશ્કેલ બની જાય છે. વીડિયો જોયા બાદ તમને એવું લાગશે કે લોકો આવું પણ કરી શકે? કદાચ તમે કોઈ પણ લગ્ન પ્રસંગમાં આવી ઘટના જોઈ નહીં હોય. વીડિયો જોયા બાદ તમે પણ બોલી ઉડશો કે લગ્ન કરી રહેલા યુવકમાં આટલી તો સમજણ હોવી જોઈએ.

આજકાલ સોશિયલ મીડિયા પર લગ્નને લગતા વીડિયો ખુબ વાઈરલ થતા રહે છે. જેમા વરરાજાના મિત્ર નવા દંપત્તિ સાથે મજાક મસ્તી કરતા જોવા મળે છે. ક્યારેક તો ખુદ વરરાજા એવી ભૂલ કે મસ્તી કરી નાખે છે જેને લઈને વિવાદ ઉભો થઈ જાય છે. હવે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં વરરાજાએ જે વર્તન કર્યું છે તેવું કદાચ આ પહેલા તમે ક્યારેય નહીં જોયું હોય. આ વીડિયો જોયા બાદ તમને હસવું તો આવશે જ પણ સાથે સાથે ગુસ્સો પણ આવશે કોઈ આવું કેવી રીતે કરી શકે.

વાઈરલ થયેલા આ વીડિયો તમે જોઈ શકો છો કે વરરાજા અને કન્યા સ્ટેજ પર ઉભા હોય છે અને કન્યાની માતા પણ સાથે ઉભી હોય છે. વરરાજાના હાથમાં વરમાળા આપવામાં આવે છે. જો કે તેનું ધ્યાન કન્યાની જગ્યાએ બીજે જ હોય છે જેના કારણે ભૂલથી તે વરમાળા કન્યાની જગ્યાએ તેની માતાને પહેરાવા લાગે છે, ત્યારે જ પાછળથી એક વ્યક્તિ આવે છે અને તેને આમ કરતા રોકે છે. એટલીવારમાં તો વરરાજા લથડીયા ખાઈને નીચે પડી જાય છે. વરરાજાની આ હાલત જોઈને સ્પષ્ટ દેખાઈ આવે છે કે તેણે નશો કર્યો છે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ ઉપરાંત આ વીડિયો જોઈને લોકો અવનવી કોમેન્ટ પણ કરી રહ્યા છે. જેમા એક યૂઝરે લખ્યું, એસા કૌન કરતા હૈ. તો બીજાએ લખ્યું, દુનિયામાં આવા પણ મૂર્ખ લોકો હોય છે. તો ઘણા લોકોને આ કન્યાના ભાગ્ય પર તરસ આવી રહી છે. લોકો આ વીડિયો જોયા બાદ ખુબ મજા લઈ રહ્યા છે.

YC