લગ્નના સ્ટેજ પર વરરાજાને મરચા વાળું પાણી પીવડાવવા માટે આવી હતી સાળી, પણ અચાનક થયું એવું કે એનો જ દાવ થઇ ગયો… વાયરલ થયો વીડિયો

જીજાજીને સરબત પીવડાવવા માટે આવેલી સાળી સાથે થઇ ગયો મોટો કાંડ, જીજાજી અને મિત્રો મદદ કરવાના બદલે પેટ પકડીને હસવા લાગ્યા.. જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જે જોઈને આપણે પણ હસી હસીને બઠ્ઠા વળી જતા હોઈએ છીએ. ક્યારેક વરરાજાના મિત્રો દ્વારા મજાક મસ્તી કરવામાં આવતી હોય છે, તો ક્યારેક સાળીઓ પણ રંગમાં આવીને એવી કોઈ હરકત કરે છે જે વાયરલ થઇ જતી હોય છે.

સામાન્ય રીતે લગ્નમાં જીજા અને સાળી વચ્ચે મજાક મસ્તી થતી રહેતી હોય છે. લગ્નમાં પણ જૂતા છુપાવવાથી લઈને રીતિ રિવાજો દરમિયાન પણ સાળીઓ જીજાજી સાથે મજાક કરવાનો એક પણ મોકો નથી છોડતી. ત્યારે હાલ વાયરલ વીડિયોમાં પણ કંઈક એવું જ થતું જોવા મળી રહ્યું છે જેને લોકોને પણ પેટ પકડીને હસવા માટે મજબુર કરી દીધા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વરરાજા સ્ટેજ પર લગ્નની ખુરશીમાં બેઠા છે. ત્યારે જ સાળીઓ તેમના માટે સરબતના અલગ અલગ ગ્લાસ પ્લેટમાં લઈને આવે છે. જેમાંથી એક ગ્લાસની અંદર મરચાનું પાણી પણ છે. આ દરમિયાન વરરાજા પાસે બેઠેલો અણવર તેમાંથી ગ્લાસ પસંદ કરવાનો પ્રયત્ન કરે છે, પણ સાળી તેને અટકાવી દે છે અને વરરાજાને પસંદગી કરવા માટે કહે છે.

આ દરમિયાન સાળી પણ મસ્તી મજાક કરે છે, ત્યારે જ સાળીની ખુરશીનું બેલેન્સ બગડે છે અને તે નીચે પડી જાય છે. આ જોઈને વરરાજા અને તેના મિત્રો પેટ પકડીને હસવા લાગે છે. હવે આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેના પર હસવાના ઈમોજી કોમેન્ટ કરી રહ્યા છે. હેરાનીની વાત તો એ હતી કે સાળીને ઉઠાવવાના બદલે વરરાજા અને મિત્રો તેને પડેલી જોઈને હસતા રહ્યા.

Niraj Patel