વરમાળા સમયે જ વરરાજા સાથે થઇ ગયો મોટો કાંડ, જેવી વરમાળા પહેરાવી કે તરત જ ખુલી ગયું લેંઘાનું નાડું, અને પછી જુઓ વીડિયોમાં

હાલ સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ, ઘણા લગ્ન પ્રસંગોમાં એવી ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને આપણે પેટ પકડીને હસવા લાગીએ છીએ, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવી જ એક ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને જોનારા જ નહીં પરંતુ કન્યા પણ પેટ પકડીને હસી રહી છે.

સામાન્ય રીતે લગ્નની અંદર મિત્રો અને કન્યાની બહેનો મજાક મસ્તી કરતી હોય છે, પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે અચાનક કંઈક એવું થાય છે જેના કારણે બધાના હોશ ઉડી જતા હોય છે. ખાસ કરીને વરરાજા અને કન્યા સાથે કંઈક બને ત્યારે લોકો આ ઘટનાની ખુબ જ મજા લેતા હોય છે અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરી દેતા હોય છે.

આ વાયરલ થઇ રહેલા વીડિયોમાં પણ એવું જ કંઈક જોવા મળી રહ્યું છે, જેમાં લગ્નની અંદર વર કન્યા સ્ટેજ ઉપર ઉભા છે અને વરમાળાની વિધિ ચાલી રહી છે, પહેલા કન્યા વરરાજાના ગળામાં વરમાળા પહેરાવે છે, જેના બાદ વિધિ પ્રમાણે વરરાજા પણ કન્યાના ગળામાં વરમાળા પહેરાવી દે છે, પરંતુ આ દરમિયાન એક એવી ઘટના બને છે જેનાથી વરરાજા પણ અજાણ હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કન્યાના ગળામાં વરમાળા પહેરાવ્યા બાદ વરરાજાના લેંઘાનું નાડું ખુલી જાય છે અને લેંઘો ધીમે ધીમે નીચે ઉતરી જાય છે, વરરાજા આ વાતથી અજાણ હોય છે, ત્યારે જ અચાનક વરરાજાનું ધ્યાન નીચે જાય છે, આ જોઈને કન્યા પણ પેટ પકડીને હસવા લાગે છે, સાથે જ બીજા લોકો પણ હસવા લાગે છે, વરરાજા ત્યારબાદ પોતાનો લેંઘો ઉપર ચઢવીને નાડું બાંધે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને જોઈને પેટ પકડી હસી રહ્યા છે.

Niraj Patel