...
   

બ્યુટી પાર્લરમાં તૈયાર થઇ રહી હતી દુલ્હન, અચાનક આવ્યો વરરાજાનો મેસેજ, વાંચીને કન્યાના ઉડી ગયા હોશ, જાણો સમગ્ર મામલો

દેશભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, તો બીજી તરફ લગ્નોની સીઝન પણ ચાલી રહી છે. આ દરમિયાન ઘણા લગ્ન પ્રસંગોમાં એવા કિસ્સા બનતા હોય છે જે જાણીને હોશ ઉડી જાય પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે તેમાં એક મસેજ વાંચીને કન્યાના જ હોશ ઉડી ગયા હતા.

આ મામલો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી. જ્યાં એક જયમાલા પહેલા કન્યા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ હતી અને ત્યાં જ વરરાજાનો મેસેજ આવ્યો કે “લગ્ન કેન્સલ થયા છે, અમે જાન લઈને નથી આવી રહ્યા.” આ વંચાવની સાથે જ દુલ્હનના હોશ ઉડી ગયા હતા.

કન્યાએ આ મેસેજ વાંચીને પોતાના ઘરવાળાને જણાવ્યું અને તેમને પોલીસને સૂચના આપી. આ મામલાની અંદર પોલીસે વરરાજા અને તેના પરિવારજનો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

કાનપુરની અંદર પનકી પોલીસ સ્ટેશન વિસ્તારના કંગાગંજ કોલોનીમાં રહેવા વાળી પુષ્પલત્તાના લગ્ન મહારાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ કરૌલી નિવાસી ક્રાંતિ સિંહ સાથે નક્કી થયા હતા. 28 એપ્રિલના રોજ જાન આવવાની હતી. છોકરીના ઘરે જાનના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી. તો દુલ્હન પુષ્પલત્તા પોતાની બહેનપણીઓ સાથે બ્યુટી પાર્લર તૈયાર થવા માટે ગઈ હતી.

જયારે પુષ્પલત્તા બ્યુટીપાર્લરમાં તૈયાર થઇ રહી હતી ત્યારે જ તેના મોબાઈલ ઉપર મેસેજ આવ્યો જે વરરાજાનો હતો. જેમાં લખ્યું હતું કે તે જાન લઈને નથી આવી રહ્યા. આ લગ્ન કેન્સલ થઇ ગયા છે. કન્યાએ આ મેસેજ વાંચીને પોતાના ઘરવાળાને જણાવ્યું અને તેમને પોલીસને સૂચના આપી. ત્યારે પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી અને છોકરીવાળાએ જણાવ્યું કે છોકરાવાળા દહેજના કારણે લગ્ન કેન્સલ કરી રહ્યા છે.

ત્યારબાદ પુષ્પલત્તાએ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે હવે તે આ યુવક સાથે લગ્ન કરે પણ નહિ. પરંતુ છોકરા અને તેના ઘરવાળાને સજા જરૂર આપાવશે. તેને જણાવ્યું કે આ રીતે લગ્ન કેન્સલ થવાના કારણે તેમની ખુબ જ બેઇજ્જતી થઇ છે. લગ્નની અંદર 30 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 12 લાખની ગાડી ખરીદવામાં આવી હતી. પરંતુ દહેજના લાલચુ છોકરા વાળા તેનાથી પણ ખુશ નહોતા.

Niraj Patel