OMG ! એમ્બ્યુલન્સમાં જાન લઇને પહોંચ્યો દુલ્હો, તૂટેલા પગ સાથે પહોંચ્યો મંડપમાં અને લીધા સાત ફેરા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર લગ્નના અનેક વીડિયો વાયરલ થાય છે. જેમાં ઘણા ફની હોય છે તો ઘણા ચોંકાવનારા હોય છે. હાલ એક એવા લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક એમ્બ્યુલન્સ દ્વારા વરરાજા જાન લઇને આવે છે, ત્યારબાદ સ્ટ્રેચરની મદદથી તેને મંડપમાં લઈ જવામાં આવે છે. વરરાજાની આ ભાવનાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

સિંધી સમાજ દ્વારા ઉદયપુર શહેરમાં 25મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સિંધી સમાજના વડા હરીશ રાજાણીએ જણાવ્યું કે એવો વર લગ્ન સમારોહમાં પહોંચ્યો હતો જેને લગ્નના પાંચેક દિવસ પહેલા અકસ્માતમાં પગમાં ફ્રેક્ચર થયું હતું.

વરરાજા એમ્બ્યુલન્સ દ્વારા લગ્ન સ્થળે પહોંચ્યો અને પગમાં ફ્રેક્ચર થયા પછી પણ તેણે સાત ફેરા લીધા અને તમામ વિધિઓ પૂરી કરી. મંગળવારે શિવરાત્રિ નિમિત્તે હિરણમાગ્રીના ખાનગી રિસોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં વરરાજાને એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવ્યો હતો. આ જોઈને બધાને નવાઈ લાગી. લગ્નના થોડા દિવસ પહેલા જ રાહુલનો એક અકસ્માતમાં પગ તૂટી ગયો હતો. ઓપરેશન બાદ તેના પગમાં સળિયો નાખવામાં આવ્યો હતો.

જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પગમાં થયેલી ઈજાને કારણે પરિવાર અને દુલ્હન રીતિકા પણ પરેશાન હતી. આ પછી પણ રાહુલ અને રિતિકાએ શિવરાત્રીના દિવસે પૂર્વ નિર્ધારિત મુહૂર્તમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વરરાજાને પહેલા સ્ટ્રેચર પર તૈયાર કરવામાં આવ્યો, પછી મિત્રો તેને સ્ટ્રેચરની મદદથી લગ્ન મંડપ સુધી લઇ ગયા હતા.

કન્યા રિતિકા કહે છે કે તે તેના પતિની ભાવનાથી ખૂબ પ્રભાવિત થઈ છે. રાહુલ માને છે કે જીવનમાં ગમે તેટલી મુસીબત આવે પણ તે પોતાના દાંપત્ય જીવનમાં આ રીતે સંબંધ જાળવી રાખશે.

Shah Jina