વરમાળા પહેરાવવા દરમિયાન વરરાજાએ કરી દીધી એક ભૂલ અને આવ્યો નીચું જોવાનો વારો, પરંતુ પોતાની ચાલાકીથી ફરી જીતી લીધા દિલ, જુઓ વીડિયો
Groom insulted in varmala: ઇન્ટરનેટ પર લગ્નને લઈને રોજ ઘણા બધા વીડિયો (marriage video) સામે આવતા હોય છે, જેમાં લગ્નની અંદર થતા ડાન્સ, મજાક મસ્તી અને કેટલાક રીતિ રિવાજ પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. ઘણીવાર વાયરલ વીડિયો (viral video) માં વર-કન્યા દ્વારા થતી કેટલીક ભૂલ પણ જોવા મળે છે અને મહેમાનો સામે જ તેમને બેઇજ્જતીનો સામનો પણ કરવો પડતો હોય છે.
દરેક વર-કન્યા ઈચ્છે છે કે તેમના લગ્નનો દિવસ કોઈ પણ પ્રકારની અડચણ વગર સરળતાથી પસાર થાય. જો કે, કેટલીકવાર અજીબોગરીબ પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે વર-કન્યા અથવા તેમના પરિવારો ચિંતિત થઈ જાય છે. જો તેઓ આવી પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી તે જાણતા હોય, તો કોઈપણ અવરોધને સરળતાથી દૂર કરી શકાય છે.
હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં એક હરકત પણ આવી હતી, જ્યારે વરરાજાને કન્યા વરમાળાની વિધિ કરી રહ્યા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વરરાજા કન્યાના ગળામાં વરમાળા પહેરાવવા જાય છે ત્યારે જ અચાનક વરમાળા તૂટી જાય છે અને તેનાથી વરરાજાની બેઇજ્જતી થતી પણ જોવા મળે છે.
View this post on Instagram
પરંતુ વરરાજા પણ ખુબ જ ચાલાક હોય છે અને બીજી જ ક્ષણે તે માળાના દોરાની ગાંઠ બાંધીને કન્યાના ગળામાં પહેરાવી દે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર વેડિંગ્સ અનફોલ્ડે શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “કોણ તેના જેવો પાર્ટનર નથી ઈચ્છતો.” અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.